કાશ્મીરમાં જવાનોને કોઈ ટોપ આતંકી કમાન્ડર્સને ઠાર કર્યો છે. જેમાં છ કેટેગરીના ૫ આતંકી સામેલ હતા. સાથે તેમને મદદ કરનારાનું નેટવર્ક ધ્વસ્થ કર્યુ છે. સૂત્રોને મળતી જોણકારી અનુસાર પાકિસ્તાન હસ્તક કાશ્મીરમાં આતંકીઓના લોન્ચિંગ પેડમાં લગભગ ૨૦૦-૨૫૦ આતંકી છે અને ઘૂસણખોરી કરવાના પ્રયાસમાં લાગ્યા છે.
આ વર્ષે જમ્મુ- કાશ્મીરમાં ૧૩૪ આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં ૨૧૪ આતંકીઓ એક્ટિવ છે. જેમની ધરપકડ જોરી છે. અત્યાર સુધી સુરક્ષા દળોએ ૧૩૫ આતંકીઓ અને આતંકીના ઓજીડબ્લ્યુની ધરપકડ કરી છે. આ વર્ષે ૭૯ આતંકીઓ તંજીમોમાં યુવાનોની ભરતી થઈ છે. જ્યારે ગત વર્ષ ૧૬૬ યુવા આતંકીના માર્ગે ગયા હતા. ઓપરેશન દરમિયાન ૨ આતંકીઓએ સરેન્ડર ક્યુ અને ડર્ઝન જેટલા યુવાનો મુખ્ય ધારામાં સામેલ થઈ ચૂક્યા છે.
અહીં પથ્થરબાજીમાં ઘટાડો આવ્યો છે. ઓપરેશન ઓલ આઉટની બહોળી અસર જોવા મળી. સૂત્રોના હવાલાથી મળતી જોણકારી મુજબ આ વર્ષે ન ફક્ત જમ્મુ કાશ્મીરમાં આતંકી સંગઠનોમાં સામેલ થનારા યુવાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે આતંકીઓએ ટાર્ગેટિંગ કિલિંક કર્યુ.
બરફ વર્ષા પહેલા આતંકી સતત ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય સેના પાકિસ્તાનની આ હરકતને નિષ્ફળ બનાવી રહી છે. આ વર્ષે એલઓસી પર ઘૂસણખોરીના ૫ પ્રયાસ કર્યા. જે નિષ્ફળ રહ્યા. લગભગ ૬ આતંકીઓ માર્યા ગયા. ત્યારે આતંકી લશ્કર અને જૈશ સંગઠનના હતા. જેમને પાકિસ્તાન સેનાની મદદથી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ઘૂસણખોરી કરાવી રહી હતી.