ધારી તાલુકાના ગોવિંદપુર-કાંગસા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.
આ માર્ગનો સુખપુરના ગ્રામજનોને પણ લાભ મળશે. રોડનું ખાતમુહૂર્ત જિ.પં.સદસ્ય કમળાબેન ભુવાના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ખોડાભાઈ ભુવા, કોકીલાબેન કાકડીયા, મૃગેશભાઈ કોટડીયા, ચતુરભાઈ સરવૈયા સહિત ગોવિંદપુર સરપંચ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતા. માર્ગનું નવીનકરણ કરવામાં આવતા હવે માર્ગની સમસ્યામાંથી વાહનચાલકોને રાહત મળશે.