ગોંડલ પીજીવીસીએલ વિભાગીય કચેરી હેઠળની શહેર, ગ્રામ્ય-૧-૨, વાસાવડ તથા કોટડા સાંગાણી પેટા વિભાગીય કચેરી હેઠળના જે ગ્રાહકોએ વીજબીલની રકમ વીજબીલ મળ્યાના ૫ાંચ દિવસમાં ભરપાઈ કરી હોય તેવા કુલ ૧૩ ગ્રાહકોના ઘરે ઘરે ઢોલ નગારા સાથે કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા પુષ્પગુચ્છ તથા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ગોંડલ શહેર ખાતે યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, ગોંડલ યાર્ડ તથા નગર સેવા સદનના પદાધિકારીઓ, કંપની વતી કાર્યપાલક ઈજનેર બી.સી. રાઠોડ હાજર રહ્યા હતા. તેમજ વાસાવડ ખાતે રાજકોટ ગ્રામ્યના અધીક્ષક ઈજનેર પી.જે. મહેતા, આ ઉપરાંત કોટડા, ગ્રામ્ય ૧ તથા ૨ માં સ્થાનિક આગેવાનો, સરપંચ તથા કંપનીના અધિકારીઓ તથા કર્મચારીઓએ હાજર રહી ગ્રાહકોને સન્માનિત કર્યા હતા.