ગોંડલના ગ્રામ્ય પંથકમાં વનરાજાએ દેખા દીધી છે. સિંહના આંટાફેરાથી સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે. ગતરાત્રે રાવણા ગામની સીમમાં સિંહે ગાયનું મારણ કર્યું છે. રાવણાથી દડવા જવાના કાચા માર્ગ પર ગાયનું મારણ થયું હતું. જ્યારે અન્ય બે ગાયો પર સિંહે હુમલો કરતા ઇજાગ્રસ્ત થઇ હતી. સિંહના આંટાફેરાથી ગોંડલ ગ્રામ્ય પંથકના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગાયના મારણ અંગે જાણ થતા વન વિભાગે ઘટનાસ્થળ પર દોડી આવી સિંહની શોધખોળ હાથ ધરી હતી.