(એ.આર.એલ),અમદાવાદ,તા.૨૧
બોલિવૂડ એક્ટર આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ‘મહારાજ’ ફિલ્મ પર લાગેલા સ્ટેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા ત્રણ દિવસથી સુનાવણી હાથ ધરાઈ હતી. જજ સંગીતા વિશેનની બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં બંને પક્ષકાર દ્વારા દલીલો કરવામાં આવી હતી અને ફિલ્મ પર સ્ટે યથાવત્ રાખવામાં આવ્યો હતો. ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટે મહારાજ ફિલ્મ પરથી સ્ટે હટાવી દીધો છે. હાઇકોર્ટે લગભગ ૧ કલાક અને ૨૫ મિનિટ સુધી જજમેન્ટ ડિકટેટ કર્યું. નોંધ્યું કે, હાઈકોર્ટે ફિલ્મ જાઇ તેમાં કોઈ નકારાત્મક બાબત લાગી નથી. ફિલ્મ ધાર્મિક લાગણીઓ દુભાવનારી નથી. હાઈકોર્ટે વચગાળાનો સ્ટે દૂર કરતા હવે નેટફ્લક્સ અને યશરાજ ફિલ્મ્સ મૂવી રિલીઝ કરી શકશે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટે ફિલ્મ જાઈ સ્ટે હટાવ્યો છે. કોઈ ઓથોરિટી ફિલ્મને સર્ટિફિકેટ આપે તેના કરતાં હાઈકોર્ટ ઉપર અમને વધુ વિશ્વાસ છે. અમારી ફરિયાદ બરોબર હતી. ફિલ્મ રિલીઝ થયા બાદ જે નુકસાન જાય તેના કરતા સાવચેતી વધુ સારી છે. ફિલ્મ રિલીઝ થયા બાદ અમે ફિલ્મ જાઇશું. ફિલ્મ વાંધાજનક લાગે તો રસ્તો ખુલ્લો છે.
ઉલ્લેખનીય છે કે, છે છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી સુનાવણીમાં કોર્ટ દ્વારા બંને પક્ષકારોને સાંભળવામાં આવ્યા હતા. આ દરમિયાન કોર્ટ દ્વારા મહારાજ ફિલ્મ પર સ્ટે યથાવત્ રાખવામાં આવ્યો હતો. ત્યારે ૨૦ જૂન ૨૦૨૪ના રોજ સુનાવણી દરમિયાન ફરિયાદી તરફથી દલીલ કરવામાં આવી હતી કે, પÂબ્લશરે નીતિમત્તા જાળવવી જાઈએ, ઓથોરિટી પાસે આવા કન્ટેન્ટને અટકાવવાની સત્તા છે. અમે ઓથોરિટી સમક્ષ આ ફિલ્મને અટકાવવા રજૂઆત કરી હતી. જુદા જુદા વર્ગો માટે અલગ અલગ કેટેગરીની ફિલ્મ હોય છે. પÂબ્લક ઓર્ડરને ખરાબ કરે એવી ફિલ્મ ના હોવી જાઈએ. ઓથોરિટી આવા પબ્લશરને દંડ કરી શકે અને આવી કૃતિને બ્લોક કરી શકે. આ કોઈ એમ.એફ. હુસૈનનાં ચિત્રની જેમ વ્યક્તગત સર્જન નથી. કોઈ અગાઉની હયાત બાબત પર ફિલ્મ બની છે.
ફરિયાદીએ વધુમાં કહ્યું હતું કે, ફિલ્મમાં શ્લોકનું અર્થઘટન પણ ટ્રાયલમાં બતાવાયું છે. વાણી સ્વાતંત્ર્યનો હક પણ ઓથોરિટી અમુક અંશે એની પર અંકુશ મૂકી શકે છે, જેમાં ધાર્મિક લાગણીઓ ઘવાતી હોય, સમભાવના જાખમાતી હોય. અમને આવી કૃતિઓ સામે વૈધાનિક રીતે અરજી કરવાનો હક છે. જે પણ આવી કૃતિઓ બનાવનારની પણ જવાબદારીઓ હોય છે. ધાર્મિક બદનક્ષી ના થાય એ પણ અમારો હક છે. મીડિયાની મોટી પહોંચથી એના
આભાર – નિહારીકા રવિયા જેટલી અસર કોઈ કરી શકે નહીં. મોશન પિક્ચર સૌથી વધુ રિયલ અસરો ઊભી કરે છે, જે દરેક વર્ગના લોકોને અસર કરે છે. કાયદાઓ વ્યક્તને ગરિમા સાથે જીવવાનો હક આપે છે. ફિલ્મ ટ્રાયલ, પુસ્તક અને કેસ પર આધારિત છે. ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, જાદુનાથ મહાન હતો એવું અમે નથી કહેતા, પણ તેના આધારે બધા મહારાજ ખરાબ હોય એવું ચિત્ર ઊભું ના કરાય. મહારાજ બદનક્ષી કેસનો ચુકાદો જ બદનક્ષીભર્યો છે. જા આ સત્ય ઘટના પર પણ આધારિત ફિલ્મ છે, પરંતુ એ બદનક્ષી કરે છે. આર્ટિસ્ટક વેલ્યુ સોશિયલ વેલ્યુ કરતાં વધારે હોઈ શકે નહિ. કૃતિ અયોગ્ય વસ્તુઓને ગ્લેમરાઈઝ કરી શકે નહિ. જજના જજમેન્ટ સામે કેસ ના થઈ શકે, પણ પÂબ્લશર સામે કોઈ સુરક્ષા કવચ નહિ. પાર્લમેન્ટમાં સાંસદોને આ કવચ સંસદની બહાર નહિ, જાકે આ મામલે હાઈકોર્ટે ફિલ્મ પર સ્ટે યથાવત્ રાખ્યો હતો.જા કે, ૧૯ જૂન ૨૦૨૪ના હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન બંને પક્ષના એડવોકેટ કોર્ટ રૂમમાં પહોંચ્યા હતા. ત્યાર બાદ બંને પક્ષે કહ્યું હતું કોર્ટ ફિલ્મ જુએ અને નિર્ણય લે. કોર્ટને પાસવર્ડ સાથે લાઈવ લિંક આપવાની વાત કરી હતી. જ્યારે ફરિયાદીએ કહ્યું કે, સેન્સર બોર્ડમાં છે ફિલ્મ પુસ્તક ઉપર પણ પોસ્ટર મુજબ કેસ (મહારાજ લાઇબલ કેસ) પર છે. એક મહારાજ સામેના કેસમાં સંપૂર્ણ સંપ્રદાયની બદનામી છે. ફિલ્મને રોકવા નથી માગતા, પણ ધાર્મિક લાગણીઓ દુભાવી ના જાઈએ. તો બીજી તરફ પ્રોડ્યુસરે પણ કોર્ટને ફિલ્મ જાઈ નિર્ણય લેવા કહ્યું હતું. અરજદારે કહ્યું- દલીલો પૂર્ણ થવા દેવાય અને કોર્ટે ફિલ્મ જાવી કે નહીં એ કોર્ટ નક્કી કરે. જ્યારે કોર્ટે કહ્યું, બધાની સહમતી હોવી જાઈએ.ફરિયાદીએ કહ્યું હતું કે આ કેસમાં અમારો કોઈ આર્થિક સ્વાર્થ કે નેટÂફ્લક્સ અને યશરાજ ફિલ્મ સામે કોઈ વાંધો નથી. ફરિયાદીનું સજેશન હતું કે, તે દલીલો નહીં કરે, કોર્ટ ફિલ્મ જાઈને નક્કી કરે. બે વિકલ્પ છે. બંને પાર્ટી દલીલો કરે અથવા કોર્ટ ફિલ્મ જાઈને નિર્ણય આપે. યશરાજ ફિલ્મ્સ કોર્ટ માસ્ટરને પાસવર્ડ સાથે લિંક આપશે, જેને ખોલીને કોર્ટ ફિલ્મ જાઈ શકશે.આ પહેલાં એટલે કે ૧૮ જૂને યોજાયેલી સુનાવણીમાં નેટÂફ્લક્સ વતી એડવોકેટ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે આ ફિલ્મ પરનો વચગાળાનો સ્ટે દૂર કરાય, ભલે બાદમાં હાઇકોર્ટમાં સુનાવણી ચાલે, ફરિયાદીએ તેની અરજીમાં જણાવ્યું છે કે આ ફિલ્મ બદનક્ષી અને ધાર્મિક લાગણીઓ દુભાવનારી છે. સુપ્રીમ કોર્ટના ફૂલનદેવી કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં જણાવ્યું છે કે ફૂલનદેવી એક ડાકુ રાણી હતી. એમાં તેને કેટલી વખત રેપ કરાય છે એ દર્શાવ્યું છે. તે એક પછાત જાતિથી હતી. એ કેસમાં કોર્ટે કહ્યું હતું કે એક કલાકારે સમાજને દર્પણ બતાવ્યું છે. ‘કાયપો છે’ ફિલ્મને લગતી અરજી પરનો ચુકાદો અને પદ્માવત ફિલ્મના કેસનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.