ગીરગઢડા-ફરેડા રોડ પર ગૌશાળા અને ગેબનશાપીર દરગાહ વચ્ચેના પુલ પર વહેલી સવારે એક અદ્ભુત દૃશ્ય સર્જાયું હતું. એક સિંહણ તેના છ બચ્ચાં સાથે રોડ પર શાહી લટાર મારતી જોવા મળી હતી, જેને પગલે રોડ પરથી પસાર થતા વાહનો થંભી ગયા હતા. આ આહલાદક દૃશ્યો વાહનચાલકોએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા. આ સિંહ પરિવાર ફરેડા ગામ તરફ આગળ વધી રહ્યો હતો. આ દૃશ્યો જોઈને
પ્રકૃતિપ્રેમીઓ અને સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.







































