ઉપલેટાના ભાયાવદર પાસે આવેલા ખીરસરા સ્વામિનારાયણ ગુરૂકુળના બે સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ બાદ મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ ખીરસરા ગુરૂકુળના બે સ્વામીઓ સામે દુષ્કર્મની ઘટનામાં મોટો ખુલાસો થયો છે કે, દુષ્કર્મ બાદ યુવતી ગર્ભવતી બની હતી. આ સાથે ધરમપ્રસાદ સ્વામીએ ઈચ્છા વિરૂદ્ધ ગર્ભપાત કરાવ્યો હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. નોંધનિય છે કે, રાજકોટની મહિલાએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ગુરૂકુળના બે સ્વામીઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
જેતપુર પંથકના ઉપલેટાના ભાયાવદર પાસે આવેલા ખીરસરા સ્વામિનારાયણ ગુરૂકુળના બે સ્વામી સામે ફરિયાદ બાદ હડકંપ મચી ગયો છે. આ મામલે હવે સૌથી મોટી અપડેટ સામે આવી છે કે, દુષ્કર્મ બાદ યુવતી ગર્ભવતી બની હતી. જેમાં ધરમપ્રસાદ સ્વામીએ હોસ્ટેલના સંચાલક મયુર કાસોદરીયા સાથે ગર્ભપાતની દવા મોકલી પીડિત મહિલાની ઈચ્છા વિરૂદ્ધ ગર્ભપાત કરાવ્યો હોવાનું ખૂલતાં ચકચાર મચી ગઈ છે.
આ સાથે નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને મયુર કાસોદરીયાએ મદદગારી કરી ગુનો આચર્યો હતો. વિગતો મુજબ ફેસબૂકના માધ્યમથી યુવતી ધરમપ્રસાદ સ્વામીના સંપર્કમાં આવી હતી. જે બાદમાં યુવતીને લગ્નની લાલચ આપી ધરમપ્રસાદ સ્વામીએ દુષ્કર્મ આચર્યુ હતું. જેને લઈ હવે રાજકોટની મહિલાએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ગુરૂકુળના બે સ્વામીઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જે સમગ્ર કેસને લઈ ભાયાવદર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ તેમજ પીઆઈ તપાસ હાથ ધરી છે. આ તરફ પોલીસ દ્વારા આ કેસને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરાઈ રહ્યો છે.