અમદાવાદ નેશનલ હાઇવે સહિત રાજ્યનાં મુખ્ય માર્ગો પર અકસ્માતની ઘટના દરરોજ બનતી રહેતી હોય છે. પણ ઘણી વખત એવાં અકસ્માત સર્જાઇ જોય છે કે જે ભયંકર આઘાતજનક હોય છે આવો જ એક અકસ્માત ધોળકા નજીક બન્યો છે. આ અકસ્માતની ઘટનામાં પાંચ લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજોગ્રસ્ત થયા છે. ખંભાતનો પરિવાર પાલિતાણાની પરિક્રમા કરીને પરત ફરી રહ્યો હતો, આ દરમિયાન ધોળકા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. હાલમાં અકસ્માતને પગલે ઈજોગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પાલિતાણાની પરિક્રમા કરીને પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો- મળતી માહિતી પ્રમાણે આ ખંભાતનો પરિવાર પાલિતાણા દર્શનાર્થે ગયો હતો અને પરિક્રમા કરીને પરત ફરતા સમયે તેમની કારનો ધોળકાની વટામણ ચોકડી પાસે ટેન્કર સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતને પગલે પાંચ લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજોગ્રસ્ત થયા હતા. ઈજોગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.