કથિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને મંત્રી સત્યેન્દ્ર જૈનને રાઉઝ એવન્યુ કોર્ટે ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. સત્યેન્દ્ર જૈન આજે એટલે કે ૧૩ જૂન સુધી ઈડીની કસ્ટડીમાં હતા. ૩૦ મેના રોજ કથિત મની લોન્ડરિંગના કેસમાં ઈડી દ્વારા સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ૩૧ મેના રોજ ટ્રાયલ કોર્ટે સત્યેન્દ્ર જૈનને ઈડી કસ્ટડીમાં મોકલી દીધો હતો.આવતીકાલે તેમની જોમીન અરજી પર સુનાવણી કરવામાં આવશે.
રાઉઝ એવન્યુ કોર્ટે અગાઉ કથિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) કસ્ટડીને ૧૩ જૂન સુધી ચાર દિવસ વધારી દીધી હતી. ઈડીએ અરજીમાં તેની કસ્ટડી વધારવાની વિનંતી કરી હતી. ઈડીએ ૩૦ મેના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની ફોજદારી કલમો હેઠળ જૈન (૫૭)ની ધરપકડ કરી હતી.
જણાવી દઈએ કે ભૂતકાળમાં, ઈડ્ઢએ દાવો કર્યો હતો કે સત્યેન્દ્ર જૈન અને તેના સહયોગીઓ વિરુદ્ધ દરોડા દરમિયાન એજન્સીને ૨.૮૨ કરોડ રૂપિયાની રોકડ રકમ અને ૧.૮૦ કિલો વજનના ૧૩૩ સોનાના સિક્કા મળ્યા છે. ઇડીએ કહ્યું હતું કે જેમની સામે દરોડા પાડવામાં આવ્યા હતા તેઓ પ્રત્યક્ષ કે આડકતરી રીતે મંત્રીને મની લોન્ડરિંગમાં મદદ કરતા હતા. સોમવારે, ઈડ્ઢએ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં જ્વેલર સહિત સાત પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
સેન્ટ્રલ બ્યુરો આૅફ ઇન્વેસ્ટિગેશનએ ઓગસ્ટ ૨૦૧૭ માં અપ્રમાણસર સંપત્તિ ધરાવવા બદલ તેમની અને અન્યો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કર્યા પછી આમ આદમી પાર્ટીના મંત્રી વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ આવ્યો છે. સીબીઆઈએ ડિસેમ્બર ૨૦૧૮માં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે ૨૦૧૫-૧૭ દરમિયાન કથિત અપ્રમાણસર સંપત્તિનું મૂલ્ય રૂ. ૧.૪૭ કરોડ હતું, જે તેમની આવકના જોણીતા †ોત કરતાં લગભગ ૨૧૭ ટકા વધુ હતું. આવકવેરા વિભાગે પણ આ વ્યવહારોની તપાસ કરી હતી અને કથિત રીતે જૈનની ‘બેનામી મિલકતો’ જપ્ત કરવાનો આદેશ જોરી કર્યો હતો.