ગઈકાલે ઠેરઠેર જલારામ બાપાની ૨૨૨-મી જન્મ જ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે કોડીનારની સમર્પણ સોસાયટીમાં રહેતા લોહાણા પરિવારો દ્વારા જલારામ જયંતિની સંધ્યાએ સમર્પણ સોસાયટી સહિત આસપાસની સોસાયટીના સભ્યોએ સાથે મળી મહાઆરતી, પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે તૈયાર કરવામાં આવેલી જલારામબાપાના ચિત્ર પ્રતિમાવાળી ભવ્ય ૩ડી રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી.