કોડીનારના માલગામનાં કારડીયા રાજપૂત સમાજનો યુવાન અજયસિંહ ભારતીય ફૌજની આસામ રાયફલની ટ્રેનીંગમાં જાડાયા બાદ ટ્રેનીંગ પુરી થતા પોતાના વતન આવતાની સાથે જ ગ્રામજનોએ અજયસિંહનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ભારતીય સેનામાં જોડાવું એ જ ગૌરવની વાત છે.તેમાંય ટૂંક સમયમાં યુવાનનુ પોસ્ટીંગ થશે. યુવાનની સિધ્ધિથી ગામનુ ગૌરવ વધ્યુ છે.