એક વર્ષ સુધી ચાલેલા કિસાન આંદોલન દરમિયાન કિસાનોની વિરૂધ્ધ દાખલ કરવામાં આવેલ કેસો પરત ખેચવામાં આવશે અને તેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે તેવું જણાવી હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટે કહ્યું કે કૃષિ કાનુનોની વિરૂધ્ધ ચાલેલ આંદોલન દરમિયાન પ્રદર્શનકારીઓની વિરૂધ્ધ રાજયમાં ૨૭૬ કેસ દાખલ કરવામાં આવ્યા અને ગંભીર અપરાધને છોડી મોટાભાગના પરત ખેંચવાની પ્રક્રિયા જારી કરવામાં આવી છે.

આંદોલન દરમિયાન કિસાનોની વિરૂધ્ધ રાજયમાં કેસો સાથે જાડાયેલ સવાલના જવાબમાં ખટ્ટરે કહ્યું કે પોલીસ રેકોર્ડ અનુસાર આંદોલન દરમિયાન ૨૭૬ કેસ દાખલ કરવામાં આવ્યા હતાં તેમણે કહ્યું કે તેમાંથી ચાર કેસ ગંભીર અપરાધ હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.જયારે બાકીના ૨૭૨ કેસોમાંથી ૧૭૮માં આરોપપત્ર તૈયાર કરવામાં આવી રહ્યું છે જયારે ૮૭ મામલામાં પ્રગતિ થઇ નથી

મુખ્યમંત્રીએ કહ્યું કે રાજય સરકાર બળાત્કાર અને હત્યા જેવા ગંભીર અપરાધોને છોડી કિસાનોનની વિરૂધ્ધ દાખલ તમામ કેસો પાછા લેશે એ યાદ રહે કે હરિયાણામાં કિસાનોની વિરૂધ્ધ અનેક કેસ દાખલ કરવામાં આવ્યા હતાં કેટલાક દિવસ પહેલા કિસાન આંદોલન ખતમ થઇ ચુકયું છે. કૃષિ કાનુનોને પાછા લીધા બાદ કિસાનોએ આંદોલન ખતમ કરવાની જાહેરાત કરી હતી.