અભિનેત્રી કંગની રનૌતના નિવેદન પર વિવાદ અટકવાનું નામ લઇ રહ્યો નથી હવે રાજદના નેતા તેજપ્રતાપ યાદવે કહ્યું છે કે ૨૦૧૪માં દેશને આઝાદી મળવાની વાત કહી શહીદ સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન કરવાનો કંગનાને કોઇ અધિકાર નથી તેમણે કહ્યું કે જો સ્વતંત્રતા સેનાનીઆએે દેશ માટે બલિદાન આપ્યું ન હોત તો આજે કોઇ અંગ્રેજના ઘરમાં જુતા ચપ્પલ સાફ કરી રહ્યાં હોત.એ યાદ રહે કે એક કાર્યક્રમ દરમિયાન કંગના રનૌતે ૨૦૧૪માં અસલી આઝાદી મળી હોવાની વાત કહી હતી જેના પર તેની ભારે ટીકાઓ થઇ રહી છે.
તેજ પ્રતાપ યાદવે તેને લઇ ટ્‌વીટ કર્યું છે તેમણે લખ્યું છે કે જયારે કેટલાક લોકો અંગ્રેજોથી માફી માંગી રહ્યાં હતાં ત્યારે દેશના વીર ફાંસીના માચડા ચુમી રહ્યાં હતાં તો દેશને આઝાદી ૨૦૧૪ બાદ મળી છે તેમ કહી દેશ માટે શહીદ થયેલ સ્વતંત્રતા સેનાનીઓને અપમાનિત કરવામાં ન આવે જો તેમણે દેશ માટે બલિદાન આપ્યું ન હોત તો આજે પણ કોઇ અંગ્રેજના ધરે જુતા ચપ્પલ સાફ કરી રહ્યાં હોત