વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઓરેન્જ હ્યુન્ડાઇ-અમરેલી દ્વારા “સેવ વોટર ચેલેન્જ” કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હ્યુન્ડાઇ મોટર ઈન્ડિયા કંપની દ્વારા આવતી કાલ તા. ૩-જૂનથી ૧૭-જૂન સુધી આ ઝુંબેશ ચાલનાર છે. કંપનીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે દરેક ડ્રાય વોશ ૧ર૦ લિટર પાણી બચાવવામાં મદદ કરે છે. કંપનીના સેલ્સ, માર્કેટિંગ અને સર્વિસ ડિરેક્ટર તરૂણ ગર્ગે જણાવ્યું કે, અમે ભારતમાં હ્યુન્ડાઇના સર્વિસ નેટવર્ક પર છેલ્લા ૪ વર્ષોમાં ૪.૮૪ મિલિયન વાહનોની સેવા આપીને પપ૦+ લાખ લિટર પાણીની બચત કરી છે. અમે અમારા ગ્રાહકોને તેમની
સક્રિય ભાગીદારી અને ડ્રાય વોશ માટે પસંદ કરવા બદલ આભાર માનીએ છીએ. ડ્રાય વોશ પસંદ કરનાર ગ્રાહકોને હ્યુન્ડાઇ વર્કશોપમાં સર્વિસ રિસેપ્શનમાં ડ્રાય વોશ ફોટો બૂથ તરફ નિર્દેશિત કરવામાં આવશે. ભાગ લેનાર ૧૦૦ વિજેતાઓને દરેકને રૂ. ર હજારના મૂલ્યના એમેઝોન વાઉચર્સ સાથે પુરસ્કાર આપવામાં આવશે. સેવ વોટર ચેલેન્જમાં ભાગ લેવા માટે મો. નં. ૯૯૦૪૭ ૯૧૯૯૯ તથા ૯૭૩૭૦ ૪૩૭૧ર ઉપર સંપર્ક કરી બુકીંગ કરાવવાનું રહેશે.