ઓડિશા સરકારની કેબિનેટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ નવીન પટનાયકની સૂચના બાદ તમામ કેબિનેટ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. તેમના સ્થાને નવા કેબિનેટ મંત્રીઓની પસંદગી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
એવું માનવામાં આવે છે કે રવિવારે બપોરે નવા કેબિનેટના તમામ મંત્રીઓ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ નવીન પટનાયક અને બીજેડીએ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેના કારણે કેબિનેટમાં ફેરબદલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલાક મંત્રીઓના કામમાં સુસ્તી પણ હતી તેથી તેમને દૂર કરવા જરૂરી હતા.
સૂત્રોએ જણાવ્યું કે તમામ ૨૦ મંત્રીઓએ રાજ્યપાલને તેમના રાજીનામા સોંપી દીધા છે. નવા કેબિનેટ મંત્રીઓ રવિવારે સવારે ૧૧.૪૫ કલાકે રાજભવનના કન્વેન્શન હોલમાં શપથ લેશે. બીજી તરફ તાજેતરમાં ઓડિશાની બ્રજરાજનગર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજોઈ હતી. જેમાં બીજેડીએ જંગી જીત મેળવી હતી અને તેના ઉમેદવાર અલકા મોહંતીએ તેના પ્રતિસ્પર્ધીને ૬૬,૧૨૨ મતોથી હરાવ્યા હતા. બીજી તરફ વિપક્ષી પાર્ટી બીજેપી ત્રીજો સ્થાને પહોંચી ગઈ છે. જો કે આ ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ સંતોષજનક રહ્યો હતો જેમાં કિશોર પટેલ ૨૭૮૩૧ મતો સાથે બીજો ક્રમે રહ્યા હતા.