શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ગોવામાં કોંગ્રેસ પાર્ટીને ઝટકો આપવા માટે તૈયાર છે. એનસીપી નેતાઓનો એક વર્ગ ગોવામાં ત્રીજો મોરચા માટે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ અને અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી સાથે વાતચીતની હિમાયત કરી રહ્યો છે.
એનસીપીના જનરલ સેક્રેટરી અને ગોવાના પ્રભારી પ્રફુલ પટેલે એઆઈસીસીના પ્રભારી દિનેશ ગુંડુ રાવ, ચૂંટણી નિરીક્ષક પી ચિદમ્બરમ અને જીપીસીસી નેતાઓને ગઠબંધનની સ્થિતિ પર તેમની પાર્ટીની નારાજગી જણાવી છે. પટેલે કહ્યું છે કે કોંગ્રેસનો સમય પૂર્ણ થઇ રહ્યો છે
એનસીપીના એક નેતાએ કહ્યું, “અમે સાંભળ્યું છે કે ગોવાના કોંગ્રેસના નેતાઓ તેમની ચૂંટણી વ્યૂહરચના પર લડી રહ્યા છે અને એઆઈસીસી અત્યાર સુધી તેનો ઉકેલ લાવવામાં અસમર્થ છે. એનસીપીએ ખૂબ જ ધીરજ બતાવી છે, પરંતુ અમે અવિરત રાહ જોઈ શકતા નથી.” પક્ષના ધારાસભ્ય ચર્ચિલ અલેમાઓ સહિત ગોવાના એનસીપી નેતાઓના એક વર્ગે ટીએમસી સાથે જોડાણની વાટાઘાટોની હિમાયત શરૂ કરી છે. તેમણે આગ્રહ કર્યો છે કે શરદ પવાર ભાજપ અને બિન-કોંગ્રેસ વિરોધી ત્રીજો મોરચાની શરૂઆત કરી શકે છે જેમાં ટીએમસી,આપ એનસીપી અને અન્ય સામેલ હશે.
રાવે તાજેતરમાં કહ્યું હતું કે કોંગ્રેસ NCP, ગોવા ફોરવર્ડ પાર્ટી અને મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટી સાથે ગઠબંધન માટે વાટાઘાટ કરશે, પરંતુ ગોવામાં કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ એનસીપી અને જીએફપી સાથે ગઠબંધનને લઈને વિભાજિત છે. . કોંગ્રેસના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર એનસીપી સાથે જોડાણનો વિરોધ કરનારાઓનું માનવું હતું કે કોંગ્રેસ પોતાના દમ પર સારું પ્રદર્શન કરી શકે તેટલી મજબૂત છે જીએફપી સાથે ગઠબંધનનો વિરોધ કરતા એક વર્ગે તેમના નેતા વિજય સરદેસાઈને કોંગ્રેસ સાથે દગો અને ૨૦૧૭ની ચૂંટણી પછી ભાજપને સરકાર બનાવવામાં મદદ કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.’