ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગએ દક્ષિણ ચીન સાગરને લઇને ચાલી રહેલા ઘર્ષણની વચ્ચે કહ્યું છે કે, તેમનો દેશ દક્ષિણ-પૂર્વ એશિયા પર પ્રભુત્વ નહીં મેળવે અને ના પોતાના નાના પાડોશીઓ પર પ્રભુત્વ
રાખશે. શીએ સોમવારના દક્ષિણ-પૂર્વ એશિયાઈ રાષ્ટ્ર સંઘના ૧૦ સભ્યોની સાથે એક ઓનલાઇન સંમેલન દરમિયાન ટિપ્પણી કરી.આસિયાનમાં મ્યાંમાર તરફથી કોઈ પ્રતિનિધિ નહીંઆ સંમેલન બંને પક્ષોની વચ્ચે સંબંધોની ૩૦મી વર્ષગાંઠ ઉજવવાના ઉપલક્ષ્યમાં આયોજિત કરવામાં આવ્યું હતું.
રાજદ્ધારીઓએ જણાવ્યું કે, સોમવારની બેઠકમાં આસિયાન સભ્ય મ્યાંમાર તરફથી પ્રતિનિધિત્વ ન થયું કારણ કે સેના તરફથી થોપવામાં આવેલી ત્યાંની સરકારે આસિયાનના દૂતને પદભ્રષ્ટ નેતા આંગ સાન સૂ-ચી અને અન્ય ધરપકડ કરવામાં આવેલા રાજનેતાઓથી મળવાની પરવાનગી આપવાથી ઇનકાર કરી દીધો હતો. સૈન્ય શાસક જનરલ મિન આંગ હલિંગને પણ ગત આસિયાન શિખર સંમેલનમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાથી રોકી દેવામાં આવ્યા હતા
ચીને પોતાની વધતી શક્તિ અને પ્રભાવ વિશે ચિંતાઓ દૂર કરવાનો વારંવાર પ્રયત્ન કર્યો છે. ખાસ કરીને આખા દક્ષિણ ચીન સાગર પર પોતાના દાવાને લઇને, જેના પર આસિયાનના સભ્ય મલેશિયા, વિયતનામ, બ્રુનેઈ અને ફિલીપાઇન્સ પણ દાવો કરે છે. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી ‘શિન્હુઆ’ પ્રમાણે શીએ કહ્યું છે કે, “ચીન પ્રભુત્વવાદ અને સત્તાની રાજનીતિનો દ્રઢતાથી વિરોધ કરે છે. પોતાના પાડોશીઓની સાથે મૈત્રીપૂર્ણ સંબંધ બનાવી રાખવા ઇચ્છે છે અને સંયુક્ત રીતે આ ક્ષેત્રમાં સ્થાયી શાંતિ બનાવી રાખવા ઇચ્છે છે અને નિશ્ચિત રીતે વર્ચસ્વ નહીં જમાવે અથવા નાના દેશો પર વર્ચસ્વ નહીં ધરાવે.”ફિલીપાઇન્સની નૌકાઓ પર ચીની કોસ્ટ ગાર્ડનો પાણીથી પ્રહારશીએ આ ટિપ્પણી ચીનના કોસ્ટ ગાર્ડ જહાજા દ્વારા વિવાદિત દક્ષિણ ચીન સમુદ્ર કિનારે સૈનિકોને પુરવઠો પુરો પાડતી ૨ ફિલીપાઇન્સની નૌકાઓને અવરોધિત કરવા અને તેમના પર પાણીના તીવ્ર ફુવારા કર્યાના કેટલાક દિવસ બાદ કરી છે.