ઐશ્વર્યા રાય તથા અભિષેક બચ્ચન હાલમાં દીકરીનો ૧૦મો જન્મદિવસ સેલિબ્રેટ કરવા માટે માલદીવ્સ ગયા છે. આરાધ્યાનો જન્મદિવસ આવતીકાલે એટલે કે ૧૬ નવેમ્બરના રોજ છે. અભિષેક પત્ની તથા દીકરી સાથે માલદિવ્સના અમીલા નામના લક્ઝૂરિયસ રિસોર્ટમાં રોકાયો છે.
ઐશ્વર્યા રાયે સો.મીડિયામાં રિસોર્ટની કેટલીક તસવીરો શૅર કરી છે. અમીલા રિસોર્ટમાં પાંચ પ્રકારના વિલા છે અને ચાર પ્રકારની રેસિડન્સી છે. વિલાની વાત કરીએ તો રીફ વોટર પૂલ વિલા, સનસેટ વોટર પૂલ વિલા, લગૂન વોટર પૂલ વિલા, ટ્રીટોપ પૂલ વીલા તથા બીચ પૂલ વિલા છે. રેસિડન્સની વાત કરીએ તો ૪ બેડરૂમ રેસિડન્સી, ૬ બેડરૂમ રેસિડન્સી, ૮ બેડરૂમ રેસિડન્સી તથા મલ્ટી બેડરૂમ રેસિડન્સી સામેલ છે. આ વિલામાં સૌથી સસ્તા વિલાનું એક રાતનું ભાડું ૭૬ હજાર રૂપિયા છે અને સૌથી મોંઘી રેસિડન્સીનું ભાડું ૧૪ લાખ રૂપિયા છે.
અભિષેક તથા ઐશ્વર્યા કયા વિલામાં રોકાયા છે, તેની માહિતી તો સામે આવી નથી. ઐશ્વર્યાએ રિસોર્ટની જે તસવીરો શૅર કરી છે, તેમાંટિવન સ્વિમિંગ પૂલ તથા પ્રાઇવેટ બીચ જાવા મળે છે. અભિષેક પણ બીચની એક તસવીર શૅર કરી હતી.