અમરેલી ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અમરેલીના પ્રયત્નોથી જિલ્લાની માનવસેવા સાથે જાડાયેલી સંસ્થાઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લામાંથી ૧૪ સંસ્થાઓમાંથી ર૪ કાર્યકરો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘ સંચાલક મુકેશભાઇ મલકાણીએ માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે સૌરભભાઇ મકવાણા, ભરતભાઇ રાદડીયા, દિપેશભાઇ કથિરીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.