કર્ણાટક દેશમાં હવે વિવાદોનં કેન્દ્ર બની ગયું હોય એવું લાગે છે. હિજોબ વિવાદ, માંસ વિવાદ પછી હવે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રીના એક નિવેદને કર્ણાટકના રાજકારણ ભડકો કર્યો છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી.
અને સાથે કહ્યું હતું કે તો અમે કર્ણાટકમાં ખાખી ચડ્ડી જલાવ અભિયાન શરૂ કરીશું.ખાખી ચડ્ડી એ આરએસએસના દરેક કાર્યકરો માટે સન્માનનું પ્રતિક છે. પૂર્વ મુખ્યમંત્રીના નિવેદન પછી આરએસએસના કાર્યકરોએ અનોખો વિરોધ શરૂ કર્યો છે.
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અંગેના નિવેદન બાદ કર્ણાટકમાં રાજકારણ ખૂબ જ ગરમાયું છે. દક્ષિણપંથી કાર્યકરો વિરોધ પર ઉતરી આવ્યા છે. અને અંડરવેર ભેગી કરે છે અને તેને બોક્સમાં નાખીને કોંગ્રેસ કાર્યાલયમાં મોકલી રહ્યા છે.સિદ્ધારમૈયાના નિવેદન સામે આરએસએસના કાર્યકરોએ લોકો પાસેથી અંડરવેરએકત્ર કર્યા અને કોંગ્રેસ કાર્યાલયમાં મોકલ્યા. બીજેપીના ઘણા નેતાઓએ આરએસએસ વિરુદ્ધ સિદ્ધારમૈયાના નિવેદનની નિંદા કરી છે. ભાજપના મહાસચિવ સીટી રવિએ કાર્યકર્તાઓને સિદ્ધારમૈયા સામે વિરોધ કરવાની અપીલ કરી હતી.
હકીકતમાં, સિદ્ધારમૈયા રાજ્યના શિક્ષણ પ્રધાન બીસી નાગેશના ઘરની સામે વિરોધ પ્રદર્શન કરવા બદલ એનએસયુઆઇ કાર્યકરોની ધરપકડ પર કર્ણાટક સરકાર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. ધરપકડ કરાયેલા કોંગ્રેસના કાર્યકરો પાઠ્‌યપુસ્તકોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાનો સમાવેશ કરવાનો વિરોધ કરી રહ્યા હતા.
આ અંગે સિદ્ધારમૈયાએ કોંગ્રેસના કાર્યક્રમમાં કહ્યું હતું કે અમે વિરોધ વખતે માત્ર એક ખાખી હાફ પેન્ટ સળગાવી હતી, તેને મોટા અપરાધ તરીકે જોવામાં આવે છે. કાર્યકરોએ કોઈ અસામાજિક કામ કર્યું નથી, આ કેવી રીતે ગેરકાયદેસર કૃત્ય કહેવાય? સરકાર સામે વિરોધ કરવો એ કાયદાનું ઉલ્લંઘન નથી. કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, બંધારણ અમને ન્યાય માટે લડવાનો અધિકાર આપે છે, જો રાજ્ય સરકાર અમારા કાર્યકરોને મુક્ત નહીં કરે તો અમે રાજ્યવ્યાપી ચડ્ડી જલાઓ, હાફ ખાકી પેન્ટ સળગાવી દો અભિયાન શરૂ કરીશું.
જો કે, લગભગ ત્રણેક વર્ષ પહેલા આરએસએસના કાર્યકરોના યુનિફોર્મમાં ફેરફાર કરી દેવામાં આવ્યો હતો. પહેલા જે કાર્યકરો ખાખી ચડ્ડી અને સફેદ શર્ટમાં જોવા મળતા હતા એ કાર્યકરો હવે બ્રાઉન પેન્ટ અને સફેદ શર્ટમાં પરેડ કે પ્રાર્થના કરતા જોવા મળશે. આરએસએસ સર સહકાર્યવાહક ભૈયાજી જોશીએ આ બાબતની સત્તાવાર જોહેરાત કરી હતી.