ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના ઉપાધ્યક્ષ અને અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા અમરેલી જિલ્લાની સેવા, શરાફી મંડળીના ૫૨ સદસ્યોને ન્યુ દિલ્હી ભારતીય સહકારી સંઘ ખાતે ત્રણ દિવસીય લીડરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ માટે મોકલવામાં આવ્યા હતા. જેનો યુવા નેતા મનીષ સંઘાણી દ્વારા ન્યુ દિલ્હી એન. સી .યુ. આઈ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તાલીમ તા.૨ થી તા.૪ સુધી એમ ત્રણ દિવસીય સુધી ચાલશે જેમાં રોજના વિવિધ ફેકલ્ટી દ્વારા જુદા જુદા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે.







































