શિમલા ખાતે યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં અમરેલી ખાતે જુદી-જુદી ૧૩ યોજનાના ૩ હજાર જેટલા લાભાર્થીઓ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે. અમરેલીના કેરિયા રોડ પર ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે આ કાર્યક્રમ યોજાશે, જેમાં કેન્દ્રીય મંત્રી પરશોતમભાઇ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ તકે જુદી-જુદી કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ, બેંકના અધિકારીઓ, સ્વતંત્રતા સેનાનીઓ અને તેમના કુટુંબીજનો, સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્યો, પાલિકાના પ્રમુખો, જિલ્લા પંચાયત ચેરમેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. બીજી તરફ વડાપ્રધાનનો સંવાદ કાર્યક્રમ નિહાળવા લીલીયા રોડ પર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે લોકો માટે વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે.