અમરેલીમાં સારહિ યુથ કલબ અને તાલુકા હેલ્થ કચેરીના સંયુક્ત ઉપક્રમે શહેરના વોર્ડ નં.-૧ ખાતે આજે આયુષ્યમાન વય વંદના કાર્ડ, રેશનકાર્ડ ઈ-કેવાયસી કેમ્પ યોજાયો હતો. શહેરમાં તારવાડી, આંગણવાડી ખાતે યોજાયેલ કેમ્પમાં બહોળા પ્રમાણમાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા, નગરપાલિકા પ્રમુખ બિપીનભાઈ લીંબાણી, સુરેશભાઈ શેખવા, સંજય(ચંદુ)રામાણી અને નગરસેવકો અફસાનાબેન કુરેશી, અમીનભાઈ હોત, રેખાબેન રાણવા, અક્રમભાઈ કાઝી ઉપસ્થિત રહ્યા હતા.