અમદાવાદમાં ધીમા પગલે ઠંડીના આગમન થવા ઉપરાંત બેવડી ઋતુના કારણે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. એક મહિનામાં ડેન્ગ્યુના ૭૭૫ અને ચીકનગુનીયાના ૩૯૯ કેસ નોંધાવા પામ્યા છે.શરદી ઉપરાંત ખાંસી અને શ્વાસની બીમારીના દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે.દિવાળીના તહેવાર અગાઉ ખાનગી દવાખાના અને હોÂસ્પટલોમાં ચાલતી ઓ.પી.ડી.સારવાર લેવા પહોંચતા દર્દીઓની સંખ્યા પણ વધવા પામી હોવાનું તબીબી સૂત્રોમાંથી જોણવા મળ્યું છે.
૩૦ ઓકટોબર સુધીમાં શહેરમાં મેલેરીયાના ૯૫ કેસ, જયારે ઝેરી મેલેરીયાના ૧૬ કેસ તેમજ ડેન્ગ્યુના ૭૭૫ કેસ નોંધાવા પામ્યા હતા.આ પરિસ્થિતિ જ દર્શાવે છે કે,શહેરમાં મ્યુનિ.દ્વારા કરવામાં આવતી ફોગીંગની કામગીરી કે વિવિધ સાઈટો ઉપર મચ્છર અને તેના બ્રિડીંગ શોધવા માટેની ઝુંબેશ નિષ્ફળ રહેવા પામી છે.શહેરમાં એક મહિનામાં ચીકનગુનીયાના પણ ૩૯૯ કેસ નોંધાયા છે.ખાનગી દવાખાનાઓ અને હોસ્પિટલોમાં ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના દર્દીઓ ઈન્ડોર પેશન્ટ તરીકે સારવાર લઈ રહ્યા છે.આ કારણથી દવાખાના કે હોસ્પિટલમાં દિવાળી સમયે જ વિવિધ રોગના દર્દીઓની લાંબી લાઈન લાગેલી જોવા મળી રહી છે.
મચ્છરજન્ય રોગની સાથે પાણીજન્ય રોગની સ્થિતિ પણ પાણીના પોલ્યુશનની વધતી ફરિયાદોના કારણે ગંભીર બનતી જઈ રહી છે. ૩૦ઓકટોબર સુધીમાં ઝાડા ઉલ્ટીના ૫૪૨ કેસ નોંધાવા પામ્યા છે.ટાઈફોઈડના ૨૦૨ કેસ જયારે કમળાના ૧૨૭ કેસ નોંધાવા પામ્યા છે.કોલેરાનો એક પણ કેસ છેલ્લા એક મહિનામાં નોંધાવા પામ્યો નથી.
રોગ કેસની સંખ્યા
મેલેરીયા ૮૩૭
ઝેરી મેલેરીયા ૮૪
ડેન્ગ્યુ ૨૪૨૫
ચીકનગુનીયા ૧૨૪૪
ઝાડા ઉલ્ટી ૩૨૫૦
કમળો ૧૧૩૫
ટાઈફોઈડ ૧૭૮૩
કોલેરા ૬૪