ઘણા કિસ્સામાં કોઈ વ્યક્તિનુ મોત થયા બાદ તેના મૃતદેહને અલગ અલગ કારણસર કોલ્ડરુમમાં મુકવામાં આવતો હોય છે. જોકે યુપીના મુરાદાબાદ જિલ્લામાં બનેલી એક સનસનીખેજ ઘટનામાં જીવતા વ્યક્તિને મૃત્યુ પામેલો માનીને ડોકટરોએ તેને કોલ્ડરુમમાં મુકાવી દીધો હતો અને આ વ્યક્તિને આખી રાત મૃતદેહો વચ્ચે રહેવાનો વારો આવ્યો હતો.
બન્યુ એમ હતુ કે, આ વિસ્તારનો એક યુવાન રોડ અકસ્માતમાં ઘાયલ થયો હતો.તેને ઈજોગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવાયો હતો.ડોકટરોએ તેને મૃત જોહેર કરીને કોલ્ડરુમમાં મુકાવી દીધો હતો.
તેના પરિવારજનો કલાકો બાદ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા.યુવકની પત્નીએ રડતા રડતા પોતાના પતિની છાતી પર હાથ મુકયો તો તેને હૃદય ધડકતુ હોવાનુ લાગ્યુ હતુ.એ પછી તેણે પોતાના બીજો સબંધીઓને જોણ કરી હતી.દરમિયાન પંચનામુ કરવા પહોંચેલા પોલીસ અધિકારીને પણ લાગ્યુ હતુ કે યુવાન જીવે છે.એ પછી યુવકના પરિવારજનોએ ડોકટરો પર બેદરકારીનો આરોપ મુકીને હંગામો કર્યો હતો.હાલમાં યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.