સ્ટેટ બેંક આૅફ ઇન્ડિયાની ચલાલા શાખા દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે ઇંગોરાળા ડુંગરી પ્રાથમિક શાળાને કોમ્પ્યુટર સેટ ભેટ આપવામાં આવ્યો હતો. આ પહેલથી વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણનો લાભ મળશે. આ કોમ્પ્યુટર સેટ અર્પણ કરવાના કાર્યક્રમમાં SBI ચલાલા શાખાના મેનેજર ચંદન કુમાર સાહેબ અને તેમનો સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયતના ચેરમેન બાબભાઈ વાળા પણ હાજર રહ્યા હતા. શાળા પરિવાર તરફથી આચાર્ય, તમામ શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી SBIનો આભાર વ્યક્ત કર્યો હતો. બેંકની આ મદદથી શાળાના વિદ્યાર્થીઓનું શિક્ષણ સ્તર સુધારવામાં સહાય મળશે.