બાબરા નાગરિક બેંક ચોકમાં શહેર અને તાલુકા ભાજપે બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં એનડીએનો ભવ્ય વિજય થતા ફટાકડા ફોડી મોં મીઠાં કરી વિજય ઉત્સવ ઉજવ્યો હતો. આ તકે મોટી સંખ્યામાં કાર્યકરો જાડાયા હતા. નગરપાલિકા પ્રમુખ પ્રવિણ કરકર, તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ કલકાણી, જિલ્લા પંચાયત સભ્ય હિંમતભાઈ દેત્રોજા, બીપીનભાઈ રાદડિયા, નગરપાલિકા ઉપપ્રમુખ અંકુરભાઈ જસાણી, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ હેરમા, અલ્તાફભાઈ નથવાણી, અલ્તાફભાઈ ગોગદા, શહેર યુવા ભાજપ પ્રમુખ હરેશ આગજા, સલીમભાઇ કોટડીયા સહિત આગેવાનો, કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિજ્યોત્સવ મનાવ્યો હતો.










































