ચિતલ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે નવરાત્રિના પાવન અવસરે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુરુકુળના શાસ્ત્રી સ્વામી હરિચરણદાસજી દ્વારા ૧૦૦૮ દિવડાની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. ધાર્મિક આસ્થા અને પરંપરાના સમન્વયથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ વિજયભાઈ દેસાઈ, સુરેશભાઈ પાથર, જયસુખભાઈ દેસાઈ, સુખદેવસિંહ સરવૈયા, મોતીભાઈ કાનાણી, મનસુખભાઈ નાડોદા, શિવમ સ્કૂલના રમેશભાઈ માંગરોળિયા, જ્ઞાનગીતાના નિલેશભાઈ લીમ્બાસિયા, ધર્મેન્દ્રસિંહ સરવૈયા, લક્ષ્મીશંકર તેરૈયા, વિનુભાઈ દેસાઈ, ધર્મેન્દ્રભાઈ માંગરોળિયા, રાજુભાઈ ધાનાણી અને રવજીભાઈ મોજ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.











































