સાવરકુંડલા તાલુકાના થોરડી સ્થિત લોકવિદ્યા મંદિર ખાતે તાજેતરમાં શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ અને લોકસેવક સંઘના સંયુક્ત ઉપક્રમે ‘ગાય આધારિત ગ્રામ સ્વરાજ’ વિષય પર વિશેષ ‘પૂનમ મીટિંગ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું સૂતરની આંટી અને કંકુ-ચોખાથી ભાવભર્યું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે પ્રાર્થના બાદ પ્રાકૃતિક ખેતીના મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં ખેતી અને પશુપાલનના સમન્વય થકી ભારતને ફરી ‘સોનાની ચીડિયા’ બનાવવાના માર્ગ પર ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ગ્રામીણ ઉત્થાન માટે ખૂબ પ્રેરણાદાયી રહ્યો હતો.









































