રાજુલાના વાવેરા ગામના ૪૮ વર્ષીય કેશુભાઈ વલકુભાઈ ધાખડા કોઈ કામ અર્થે પોતાના બાઈક પર રાજુલા ગયા હતા. ત્યાંથી રાત્રે અઢી વાગ્યે પરત પોતાના ગામ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં અચાનક એક રોઝ આડું ઊતર્યું હતું. આ અણધાર્યા વળાંકના કારણે ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક જોરદાર સ્લિપ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં કેશુભાઈને માથાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન તેમની તબિયત વધુ લથડી હતી અને અંતે આજે તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ભરતભાઈ વલકુભાઈ ધાખડાએ પોલીસને જાણ કરી હતી. હાલ સમગ્ર અકસ્માત અંગે રાજુલા પોલીસ દ્વારા આગળની કાયદેસરની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે









































