પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે, કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે યુદ્ધ જેવા ગંભીર મુદ્દાઓનું રાજકારણ કરવું યોગ્ય નથી અને દેશે આ મુદ્દા પર એકજુટ રહેવું જાઈએ.
પ્રિયંકા ગાંધીએ સ્પષ્ટતા કરી કે આ મુદ્દા પર આખો દેશ એકજૂથ છે, પરંતુ તેમણે સરકાર પાસે વર્તમાન પડકારોનો નક્કર ઉકેલ રજૂ કરવાની પણ માંગ કરી. તેમણે કહ્યું કે આ જ કારણ છે કે વિપક્ષ સંસદમાં આ મુદ્દા પર વિગતવાર ચર્ચા ઇચ્છે છે જેથી તમામ પક્ષો સાથે મળીને ઉકેલ શોધી શકે.
પોતાના નિવેદનમાં, પ્રિયંકા ગાંધી વાડ્રાએ સામાન્ય જનતાને લગતા મુદ્દાઓ પણ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે એલપીજી સિલિન્ડરના ભાવ એટલા વધી ગયા છે કે સામાન્ય લોકો માટે તે પરવડે તેવું મુશ્કેલ બની ગયું છે. તેમના મતે, મોંઘવારી ગરીબ અને મધ્યમ વર્ગ પર સીધી અસર કરી રહી છે, જેનાથી તેમના રોજિંદા જીવન પર અસર પડી રહી છે.
કોંગ્રેસ સાંસદે ભાર મૂક્યો કે દેશ સામેની સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે સંસદમાં અર્થપૂર્ણ ચર્ચા જરૂરી છે. તેમણે કહ્યું કે જા તમામ પક્ષો સાથે મળીને ચર્ચા કરે, તો વધુ સારો ઉકેલ શોધી શકાય છે.