આજરોજ ગુરુવારે ભગવાન શ્રી રામ જન્મોત્સવ એટલે કે ચૈત્ર સુદ નોમના મંગલકારી દિવસે કૌશલ્યા નંદન પ્રભુ શ્રી રામના જન્મોત્સવને ભવ્ય રીતે ઉજવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ નિમિત્તે અમરેલીના ‘કોંગ્રેસ પરિવાર’ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર ‘પરિવર્તન ટ્રસ્ટ’ના સંયુક્ત ઉપક્રમે શહેરના ઐતિહાસિક રામજી મંદિર, સરકાર વાડા ખાતે સાંજે ૭ઃ૦૦ કલાકે ભવ્ય મહા આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અમરેલીના સમસ્ત નગરજનો, રામ ભક્તો તેમજ વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના હોદ્દેદારોને આ દિવ્ય મહા આરતીમાં સહભાગી થઈ ભગવાનના આશીર્વાદ મેળવવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.











































