ધારી શહેરમાં આવેલા નસીત પેટ્રોલ પંપ પર કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. ચાર અજાણ્યા શખ્સો પોતાની કારમાં ડીઝલ પુરાવવા માટે આવ્યા હતા, પરંતુ પંપ પર વાહનોની લાંબી લાઈન હોવાથી કર્મચારીએ તેમને નિયમ મુજબ લાઈનમાં આવવા વિનંતી કરી હતી. આ સાંભળી ઉશ્કેરાયેલા શખ્સોએ લાઈન તોડી સીધી કાર અંદર ઘુસાડી દીધી હતી. જ્યારે પંપના સ્ટાફ અને સંચાલકોએ આ ઉધ્ધતાઈનો વિરોધ કર્યો, ત્યારે અજાણ્યા શખ્સોએ લાકડીઓ વડે હુમલો કરવાનું શરૂ કર્યું હતું. આ હિંસક હુમલામાં પેટ્રોલ પંપના સ્ટાફને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને ત્યાં હાજર અન્ય વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. હાલ પોલીસે ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ મેળવી ગુનેગારોની શોધખોળ શરૂ કરી છે.