પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવાર સાંજે વીડિયો કોન્ફરન્સંગ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. આ દરમિયાન તેઓ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના સંદર્ભમાં રાજ્યોની તૈયારીઓ અને યોજનાઓની સમીક્ષા કરશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ટીમ ઈંડિયાની ભાવનાને અનુરૂપ, તમામ પ્રયાસોમાં તાલમેળની ખાતરી કરવાનો છે. સામે આવ્યું છે કે આ બેઠકમાં રાજ્યોની તૈયારીઓ અને યોજનાઓની સમીક્ષા કરવામાં આવશે. બેઠકનો ઉદ્દેશ્ય ટીમ ઈંડિયાની ભાવના અંતર્ગત તમામ પ્રયાસોમાં આપસી તાલમેળની ખાતરી કરવાનો છે. આચાર સંહિતા લાગુ થવાના કારણે ચૂંટણીવાળા રાજ્યો આ બેઠકમાં સામેલ થશે નહીં. આ રાજ્યોના મુખ્ય સચિવો સાથે અલગથી બેઠક કેબિનેટ સચિવાલય દ્વારા આયોજિત કરવામાં આવશે.
આપને જણાવી દઈએ કે, હાલમાં જ પીએમ મોદીએ યુદ્ધના કારણે જે પરીસ્થતિ છે, તેના પર પહેલા લોકસભા અને રાજ્યસભામાં વાત કરી હતી. પોતાની સ્પીચમાં પીએમ મોદીએ તેલ-ગેસની સપ્લાય વ્યવસ્થત રીતે કરવા માટે મેડ ઈન ઈંડિયા જહાજા અને સ્ટોરેજની મજબૂતીનો રોડમેપ રજૂ કરતા રાજ્ય સરકારોની જમાખોરી રોકવા માટે નિર્દેશ આપ્યા હતા. સાથે જ પીએમ મોદીએ ડાયલોગ અને ડિપ્લોમસીથી શાંતિ સ્થાપિત કરવાના મેસેજ આપ્યો અને દેશમાં ઈંધણની પર્યાપ્ત સપ્લાયનો વિશ્વાસ અપાવ્યો હતો.
પ્રધાનમંત્રીએ હાલની પરિસ્થતિનો ફાયદો ઉઠાવનારા કાળા બજારીઓ અને જમાખોરો વિરુદ્ધ કડક વલણ અપનાવવાના નિર્દેશ આપ્યા હતા. તેમણે રાજ્ય સરકારોને બે મુખ્ય કાર્ય સોંપ્યા છે. પહેલું જરુરી વસ્તુઓની સતત દેખરેખ કરવી અને બીજું, જ્યાં પણ જમાખોરીની ફરિયાદ મળે, તરત કાર્યવાહી થવી જાઈએ. તેમણે કહ્યું કે સંકટના સમયે સામાન્ય લોકોને મોંઘવારીથી બચાવવું શાસનની પ્રાથમિકતા હોવી જાઈએ.










































