તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે દ્ગડ્ઢછ માં સીટ-શેરિંગને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. ભાજપને ૨૦૨૧ કરતાં વધુ બેઠકો ચૂંટણી લડવા માટે આપવામાં આવી છે, પરંતુ તમિલનાડુમાં એનડીએના સૌથી મોટા ઘટક એઆઇએડીએમકેએ ભાજપને ઇન્છીત બેઠકો આપી નથી, પરંતુ તેના બદલે ભાજપને મુશ્કેલ બેઠકો ફાળવી દીધી છે. આ બધા વચ્ચે, એવી ચર્ચા છે કે તમિલનાડુ ભાજપના સૌથી મોટા પોસ્ટર બોય, ભૂતપૂર્વ રાજ્ય પ્રમુખ કે. અન્નામલાઈ ચૂંટણી લડવાનો ઇનકાર કરી શકે છે. અગાઉ, જ્યારે ભાજપે રાજ્યમાં ભાજપના નેતાઓને તૈનાત કર્યા હતા, ત્યારે અન્નામલાઈએ કરાઈકુડી, શ્રીવૈકુંટમ, વિરુગમ્બક્કમ, સિંગનલ્લુર, મદુરાઈ (દક્ષિણ) અને પદ્મનાભપુરમ મતવિસ્તારના ચૂંટણી પ્રભારી પદેથી રાજીનામું આપ્યું હતું. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણી વ્યવસ્થામાં એડાપ્પડી પલાનીસ્વામીનો હાથ ઉપર હતો.
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે એડાપ્પડી કે. પલાનીસ્વામીએ બેઠકની વહેંચણી વ્યવસ્થા પર પોતાની શરતો લાદી હતી. તમિલનાડુમાં એઆઇએડીએમકેને પુનર્જીવિત કરવાના પ્રયાસમાં,ઇપીએસએ સીટ-વહેંચણી પ્રક્રિયા પર નિયંત્રણ જાળવી રાખ્યું. પરિણામે, ભાજપના તમિલનાડુ એકમના ભૂતપૂર્વ વડા કે. અન્નામલાઈ માટે સંભવિત ઉમેદવાર માનવામાં આવતી એક સીટ પણ ભાજપે ગુમાવી દીધી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે ભાજપની ઘણી માંગણીઓને પણ ફગાવી દીધી. ભાજપે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને તમિલનાડુના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. રાજ્યમાં ભાજપનું નેતૃત્વ નૈનર નાગેન્દ્રન કરે છે. અન્ય અગ્રણી એનડીએ નેતાઓમાં એ. રામદાસ અને દિનાકરણનો સમાવેશ થાય છે.
૨૪-૨૫ માર્ચના રોજ અંતિમ સ્વરૂપ પામેલા તમિલનાડુ એનડીએ સીટ-વહેંચણી કરાર હેઠળ,એઆઇએડીએમકેને રાજ્યની ૨૩૪ વિધાનસભા સીટમાંથી ૧૬૯ સીટ ફાળવવામાં આવી છે, જ્યારે બાકીની ૬૫ સીટ તેના સાત એનડીએ સાથીઓને ફાળવવામાં આવી છે. ભાજપને ૨૭ બેઠકો, પટ્ટાલી મક્કલ કાચીને ૧૮ બેઠકો અને અમ્મા મક્કલ મુનેત્ર કઝગમને ૧૧ બેઠકો આપવામાં આવી છે. બાકીની બેઠકો તમિલ માનિલ કોંગ્રેસ (મૂપનાર), ઇન્ડિયા જનનાયક કાચી, તમિલનાડુ મક્કલ મુનેત્ર કઝગમ અને પુરાત્ચી ભારતમ જેવા નાના પક્ષોમાં વહેંચવામાં આવી છે.એઆઇએમડીએકેના આંતરિક સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે આ વિભાજન એક વાટાઘાટોને પ્રતિબિંબિત કરે છે જેમાં પક્ષે નિર્ણાયક સ્થિતિ જાળવી રાખી હતી, જાકે એવું માનવામાં આવે છે કે ગઠબંધન ભાજપ નેતૃત્વના દબાણ હેઠળ રચાયું હતું.
કોઈમ્બતુર જિલ્લામાં સિંગનલ્લુર જેવી બેઠકો માટે ભાજપની વિનંતીઓ બેઠક વહેંચણી વ્યવસ્થામાં પૂર્ણ થઈ ન હતી, જ્યાં અન્નામલાઈએ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ડ્ઢસ્દ્ભ ઉમેદવાર સામે હાર્યા છતાં પોતાની તાકાત દર્શાવી હતી. સુલુર અને કવુન્ડમપલયમ જેવી કોઈમ્બતુર બેઠકો માટેની અન્ય વિનંતીઓ એઆઈએડીએમકે દ્વારા સ્વીકારવામાં આવી ન હતી. ચેન્નાઈમાં, ભાજપ ઓછામાં ઓછી ત્રણ બેઠકો ઇચ્છતો હતો પરંતુ તેને ફક્ત એક જ માયલાપોર મળી. કોઈમ્બતુરમાં, તેને કોઈમ્બતુર ઉત્તર બેઠક આપવામાં આવી હતી, જે પ્રદેશમાં ઓછામાં ઓછી બે બેઠકોની તેની અપેક્ષાઓથી ઓછી રહી. ડેઇલી થાંથીએ અહેવાલ આપ્યો હતો કે તમિલનાડુ ભાજપના વડા નૈનાર નાગેન્દ્રન તિરુનેલવેલીથી ચૂંટણી લડવા માંગે છે, જ્યારે કે. અન્નામલાઈ અને વનાથી શ્રીનિવાસન સિંગનલ્લુર અને કોઈમ્બતુર ઉત્તરથી ચૂંટણી લડવાના હતા. નોંધનીય છે કે, અન્નામલાઈએ ૨૦૨૧ વિધાનસભા ચૂંટણીમાં કરુર જિલ્લાના અરવાકુરિચી અને ૨૦૨૪ લોકસભા ચૂંટણીમાં કોઈમ્બતુરથી ચૂંટણી લડી હતી. ૨૦૨૧માં, તેમને ડીએમકેના આર. એલાંગો દ્વારા ૨૪,૮૧૬ મતોના માર્જિનથી હરાવ્યા હતા.
અન્નામલાઈ રાજ્યભરમાં એનડીએ ગઠબંધન માટે પ્રચાર કરશે તેવી અપેક્ષા હતી. આ વર્ષની શરૂઆતમાં, એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ ચૂંટણી લડશે. તેમણે જવાબ આપ્યો, “કોઈપણ નિર્ણય લેતા પહેલા હું નેતૃત્વ સાથે વાત કરીશ.” ચૂંટણી પંચે તમિલનાડુમાં એક તબક્કામાં ચૂંટણી યોજી છે. રાજ્યની બધી બેઠકો માટે મતદાન ૨૩ એપ્રિલે થશે અને મતગણતરી ૪ મેના રોજ થશે. રાજ્ય વિધાનસભાનો કાર્યકાળ ૧૦ મેના રોજ સમાપ્ત થાય છે. ૯ એપ્રિલ સુધી નામાંકન પાછું ખેંચી શકાય છે. પરિણામે, આગામી સપ્તાહ તમિલનાડુના રાજકારણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.









































