ભાવનગર સાયકલિંગ ક્લબ દ્વારા આયોજિત ભાવનગરથી સોમનાથ સુધીની ૨૭૦ કિલોમીટરની પડકારજનક સાયકલ યાત્રામાં અમરેલીના શિક્ષક વિશાલભાઈ ગઢિયાએ ઝળહળતી સફળતા મેળવી છે. પૂતળીયા (દાડમાં) ગામે ફરજ બજાવતા અને હનુમંત સાયકલ રાઇડર્સના કો-ઓર્ડિનેટર વિશાલભાઈએ માત્ર ૧૧ સાયકલિસ્ટોની ટુકડી સાથે જોડાઈને આ અંતર રેકોર્ડબ્રેક સમયમાં પૂર્ણ કર્યું હતું. આ યાત્રા ૨૦ માર્ચ ૨૦૨૬ના રોજ વહેલી સવારે ૪ઃ૦૦ કલાકે શરૂ થઈ હતી અને ૨૨ માર્ચના રોજ સવારે ૬ઃ૦૦ કલાકે સોમનાથ પહોંચીને સંપન્ન થઈ હતી.તેમના મિત્રો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને વિશાલભાઈએ યુવાનોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થઈ હનુમંત સાયકલ રાઇડર્સમાં જોડાવા આહવાન કર્યું હતું.










































