બાબરા શહેરમાં આગામી ૨૬ માર્ચ, ૨૦૨૬ના રોજ રામનવમીના પાવન અવસરે સમસ્ત હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં શહેરના વિવિધ હિન્દુ સંગઠનો, મંડળો અને ધર્મપ્રેમી નાગરિકો સહભાગી થશે. આ વર્ષે પણ રામનવમીનો તહેવાર ઉત્સાહભેર ઉજવાશે, જેમાં પવિત્ર સાધુ-સંતોની ઉપસ્થિતિ રહેશે અને આકર્ષક ફ્‌લોટ, ધાર્મિક ઝાંખીઓ તથા ડીજેના તાલ સાથે શોભાયાત્રા સમગ્ર શહેરમાં ફરી વળશે. શોભાયાત્રાના રૂટની વિગતો મુજબ, આ યાત્રા બાબરાના ચમારડી જાપા પાસે આવેલા મોટા રામજી મંદિરથી પ્રસ્થાન કરશે. ત્યારબાદ તે શહેરના મુખ્ય માર્ગો જેવા કે શિવાજી ચોક, શહીદ ચોક, મોટા બસ સ્ટેન્ડ, સરદાર સર્કલ, નાના બસ સ્ટેન્ડ અને અમરાપરા માર્ગેથી પસાર થઈ તાપડીયા આશ્રમ ખાતે સંપન્ન થશે.