બગસરામાં ગુરુવારે શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા, શોભાયાત્રા બાદ ભવ્ય ધર્મ સભા વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી હનુમાનજીના નાના એવા બાળ ઉપાસક આર્યન ભગત, અન્ય મંદિરોના સંતો-મહંતો આશીર્વચન આપીને શહેરની ધર્મપ્રેમી જનતાને શ્રી રામનો મહિમા સંભળાવશે. ત્યારબાદ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જયારે આ શોભાયાત્રા ૨૬ માર્ચને બપોરના ૩ઃ૩૦ કલાકે શહેરના મુખ્ય માર્ગ જેવા કે શ્રી સૂર્યમુખી હનુમાન મંદિર, નવા જીનપરાથી પ્રારંભ થશે, ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગો પર ફરી વાંઝા જ્ઞાતિ સમાજ પાર્ટી પ્લોટ પોલીસ સ્ટેશન પાસે તેની પૂર્ણાહુતિ થશે. પૂર્ણાહુતિ બાદ મહા આરતી રાત્રે ૮ઃ૦૦ કલાકે કરાશે. પછી ધર્મસભા અને બાદમાં પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે.










































