ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થાય તે પૂર્વે જ અમરેલી જિલ્લો રાજકારણનું મુખ્ય કેન્દ્ર બની રહ્યો છે. તમામ મોટી રાજકીય પાર્ટીઓ હાલ એક્શન મોડમાં જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ અમરેલી માટે વિશેષ કાર્યક્રમોની જાહેરાત કરી દીધી છે. આજે બુધવારના રોજ બપોરે ૩ વાગ્યે અમરેલી છઁસ્ઝ્ર પાસે એક ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ખાસ હાજરી આપશે. ગુજરાતમાં સૌથી પહેલા પોતાના ઉમેદવારો જાહેર કર્યા બાદ હવે ‘આપ’ પાર્ટી અમરેલીથી જ વિધિવત રીતે પ્રચારના શ્રીગણેશ કરવા જઈ રહી છે. સૌરાષ્ટ્રના રાજકારણમાં અમરેલી હંમેશા મહત્વનું રહ્યું છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષો આ જિલ્લાને જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા હોય તેવ લાગી રહ્યુ છે.









































