અમરેલી નગર ખાતે ૨૨ માર્ચ ૨૦૨૬ના રોજ રામ નવમીના પવિત્ર અવસરે વિશ્વ હિન્દુ પરિષદની ગૌ સેવા ટીમ દ્વારા ૫ થી ૧૪ વર્ષના બાળકો માટે વિશેષ સનાતની જ્ઞાન ટેસ્ટ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ ૨૫ ઉત્સાહી બાળકોએ ભાગ લઈને પોતાની પ્રતિભા દર્શાવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી નગરના પ્રમુખ ભાવેશભાઈ કાબરિયા અને મંત્રી પંકજભાઈ કાનાણીએ આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં સનાતન ધર્મના મૂલ્યો કેળવાય તેવો ઉમદા હેતુ વ્યક્ત કર્યો હતો.









































