ખાંભાના ડેડાણ ગામેથી મફતપરા વિસ્તારમાંથી પોલીસે ચાર પત્તા પ્રેમીને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રૂ. ૭૭૪૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઇરફાનભાઇ ઉર્ફે ઇકુ અબ્દુલભાઇ ઉર્ફે અદાભાઇ જાદવ, ધીરૂભાઇ ઉકાભાઇ સાંખટ, અમજદખાન રહીમખાન પઠાણ તથા સાહીલભાઇ વજીરભાઇ બેલીમ હાર જીતનો જુગાર રમતા રોકડ રૂ.૭,૭૪૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.









































