આગામી રમજાન ઈદ અને રામનવમીના તહેવારોને અનુલક્ષીને લીલીયા મોટા પોલીસ સ્ટેશનમાં પી.આઈ. એમ.ડી. સાળુંકે અને પી.એસ.આઈ. વાય.એમ. જાડેજાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ વિવિધ રાજકીય પક્ષોના હોદ્દેદારો હાજર રહ્યા હતા. પી.આઈ. સાળુંકેએ સૌને અફવાઓથી દૂર રહી, પરસ્પર સહકાર સાથે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો હતો.










































