અમરેલીના મોટા આંકડીયા ગામે રહેતી એક પરિણીતાના લગ્ન અરવલ્લીના બાયડમાં રહેતા યુવક સાથે થયા હતા.
લગ્નના થોડા દિવસ સુધી બધું બરાબર ચાલ્યા બાદ અસલી રંગ બતાવવાનો શરૂ કર્યો હતો. પતિએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ સાસુ-સસરા, દિયર, માસીજી-માસાજી મામાજી પતિને ચડામણી કરતા હતા. જેથી પતિ તેના પર અત્યાચાર ગુજારતો હતો. આ અંગે હાલ મોટા આંકડીયા ગામે રહેતી ક્રિષ્નાબેન રેનીશભાઇ ગોહિલ (ઉવ.૨૯)એ પતિ રેનીશભાઇ પ્રકાશભાઇ ગોહિલ,સાસુ નેહાબેન પ્રકાશભાઇ ગોહિલ, સસરા પ્રકાશભાઇ ઘનશ્યામભાઇ ગોહિલ, દિયર આર્યનભાઇ પ્રકાશભાઇ ગોહિલ, માસીજી દિપાલીબેન રાજેશભાઇ જેઠવા, માસાજી રાજેશભાઇ પ્રદ્યુમનભાઇ જેઠવા તથા મામાજી ચિરાગભાઇ કનુભાઇ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના લગ્નની તા.૦૭/૧૨/૨૪ થી તા.૦૮/૦૬/૨૫ દરમ્યાન બાયડ મુકામે તેમના સાસુ-સસરા, દિયર, માસીજી-માસાજી મામાજી એ તેના પતિને ચડામણી કરી હતી. આરોપી શંકા કુશંકા કરી તેમને અવાર નવાર ઘરકામ બાબતે મેણાટોણા મારી શારિરીક માનસીક દુઃખ ત્રાસ આપતા હતા. પતિએ તેને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.










































