આંતરરાષ્ટ્રીય  ક્રિકેટ કાઉÂન્સલે ભ્રષ્ટાચાર વિરોધી નિયમોના ઉલ્લંઘનના મામલામાં કડક કાર્યવાહી કરતા વેસ્ટ ઇન્ડીઝ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર જેવોન સર્લ્સને અસ્થાયી રૂપથી સસ્પેન્ડ કરી દીધો છે. આઈસીસી પ્રમાણે સર્લ્સને એન્ટી-કરપ્શન કોડનું ઉલ્લંઘન કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે. આ મામલો ૨૦૨૩-૨૦૨૪મા બારબાડોસમાં રમાયેલી બીઆઇએમ ૧૦ લીગ સાથે જાડાયેલો છે.
આ ટૂર્નામેન્ટ દરમિયાન કથિત રીતે મેચના પરિણામ અને રમતની સ્થિતિને  પ્રભાવિત કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. માત્ર જેવોન સર્લ્સ જ નહીં પરંતુ આ મામલામાં ટાઇટન્સ ટીમના માલિક ચિતરંજન રાઠોડ અને ટીમ અધિકારી ટ્રેવોન ગ્રિફિથ પણ તપાસના ઘેરામાં આવ્યા છે. રાઠોડ અને ગ્રિફિથને અસ્થાયી રૂપથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આઈસીસી અને ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝ ત્રણેય વિરુદ્ધ એન્ટી કરપ્શન કોડના ઉલ્લંઘન હેઠળ કાર્યવાહી કરી છે.
જેવોન સર્લ્સે આઈપીએમાં કોલકત્તા નાઇટ રાઇડર્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આઈપીએલ ૨૦૧૭મા જેવોને કેકેઆર માટે ચાર મેચ રમી બે વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર સર્લ્સે વેસ્ટ ઇન્ડીઝના અન્ડર-૧૯ લેવલ પર પ્રતિનિધિત્વ કર્યું હતું. પરંતુ તે વેસ્ટ ઇન્ડીઝ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શક્યો  નથી.
આઈસીસી તરફથી જારી સત્તાવાર નિવેદન અનુસાર ત્રણેય વ્યકિત ઓ પર એન્ટી-કરપ્શન કોડની કલમ હેઠળ આરોપ લગાવવામાં આવ્યા છે. ચિતરંજન રાઠોડ પર ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝના એન્ટી કરપ્શન કોડ હેઠળ ત્રણ આરોપ લગાવવામાં આવ્યા છે. જ્યારે જેવોન સર્લ્સ પર ચાર આરોપ લગાવવામાં આવ્યા છે.
ટ્રેવોન ગ્રિફિથ પર ચાર આરોપ ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝ  અને આઈસીસીના કોડ હેઠળ આરોપ લગાવવામાં આવ્યો છે. આ આરોપોમાં મેચ ફિક્સિંગનું  ષડયંત્ર, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને ભ્રષ્ટ ગતિવિધિઓ માટે ઉશ્કેરવા અને એન્ટી કરપ્શન તપાસમાં સહયોગ ન કરવાનું સામેલ છે.
આ ત્રણેયને ૧૪ દિવસની અંદર જવાબ આપવાની તક આપવામાં આવી છે. આ દરમિયાન એન્ટી કરપ્શન યુનિટની તપાસ યથાવત રહેશે. આ મામલો ચહેલાથી ચાલી રહેલી તપાસનો એક હિસ્સો છે. આ પહેલા અમેરિકાના ખેલાડી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.