દેશમાં એલપીજી સિલિન્ડરની અછત અંગે રાજકારણ તેજ બન્યું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે વડા પ્રધાન જનતાને ગભરાવાની ના કહી રહ્યા છે, પરંતુ તેઓ પોતે સંપૂર્ણપણે અલગ કારણોસર ગભરાઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે વડા પ્રધાન અમેરિકામાં ચાલી રહેલા એપ્સટિન ફાઇલ્સ વિવાદ અને ગૌતમ અદાણી કેસથી ચિંતિત છે.
વિરોધ પછી પત્રકારો સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે વડા પ્રધાન જનતાને શાંત રહેવાની સલાહ આપી રહ્યા છે, પરંતુ તેઓ પોતે ઘણા મુદ્દાઓથી ચિંતિત છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વડા પ્રધાન કહી રહ્યા છે કે ગભરાવાની જરૂર નથી, પરંતુ તેઓ પોતે અલગ અલગ કારણોસર ચિંતિત છે. તેઓ એપ્સટિન અને અદાણી કેસોથી ચિંતિત છે અને તેથી જ તેઓ ગૃહમાં હાજરી આપી રહ્યા નથી. તેમણે એમ પણ કહ્યું કે વડા પ્રધાનની સંસદમાંથી તાજેતરમાં ગેરહાજરી પણ આ તરફ ઈશારો કરે છે.
ગુરુવારે સંસદ સંકુલમાં એલપીજી સિલિન્ડરની અછતના મુદ્દા પર વિરોધ પક્ષોના અનેક સાંસદોએ વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત અનેક નેતાઓ રાહુલ ગાંધી સાથે વિરોધ પ્રદર્શનમાં જાડાયા. સાંસદોએ સંસદના મકર ગેટ પાસે સૂત્રોચ્ચાર કર્યા, આ મુદ્દે સરકાર પાસેથી જવાબ માંગ્યો. વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ, ડ્ઢસ્દ્ભ, ્સ્ઝ્ર અને સમાજવાદી પાર્ટીના સાંસદો પણ સામેલ હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન, મહિલા સાંસદો પ્રતીકાત્મક રીતે ઈંટના ચૂલા પાસે બેસીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને એલપીજી કટોકટી પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા હતા.
દેશના ઘણા ભાગોમાં વાણિજયક એલપીજી સિલિન્ડરોની અછત હોટલ, રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વ્યવસાયો પર અસર કરી રહી છે. ઘણી નાની ખાણીપીણી અને કેટરિંગ સંસ્થાઓ અનિયમિત ગેસ પુરવઠાનો સામનો કરી રહી છે. કેટલીક જગ્યાએ, વ્યવસાયોએ કામગીરી ચાલુ રાખવા માટે ઇન્ડક્શન કુકટોપ, માઇક્રોવેવ, લાકડાના ચૂલા અને સૌર ઊર્જા જેવા વિકલ્પોનો આશરો લીધો છે. દિલ્હી સહિત ઘણા શહેરોમાં રેસ્ટોરન્ટ માલિકો કહે છે કે તેમની પાસે ફક્ત એક કે બે દિવસ માટે ગેસનો સ્ટોક બાકી છે.
વિપક્ષનું કહેવું છે કે પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર અસર પડી રહી છે અને સરકારે સંસદમાં આ મુદ્દા પર ચર્ચા કરવી જાઈએ. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પર કહ્યું કે વિપક્ષ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અને ભારત પર તેની અસર પર બંને ગૃહોમાં ચર્ચા ઇચ્છે છે, પરંતુ સરકાર તેને ટાળી રહી છે. દરમિયાન, કોંગ્રેસ પ્રમુખ મÂલ્લકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે સરકાર સંભવિત ઉર્જા સંકટ માટે તૈયાર નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જનતાને ગભરાવાની અપીલ કરી. તેમણે કહ્યું કે સરકાર પરિÂસ્થતિને સંભાળવા માટે તૈયાર છે અને સામાન્ય ઘરેલુ ગ્રાહકોને એલપીજીનો પુરવઠો સુરક્ષિત છે. સરકારનું કહેવું છે કે ઘરેલુ ગેસ સિલિન્ડરનો પુરવઠો પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જ્યારે વાણિÂજ્યક સિલિન્ડરના પુરવઠામાં વિક્ષેપથી હોટેલ અને રેસ્ટોરન્ટ ક્ષેત્ર પર દબાણ વધ્યું છે.
રાહુલ ગાંધીએ કહ્યું, “આપણે હમણાં જ તૈયારી કરવી જાઈએ. આપણી પાસે હજુ થોડો સમય બાકી છે. સરકાર અને વડા પ્રધાને તાત્કાલિક તૈયારીઓ શરૂ કરવી જાઈએ, નહીં તો લાખો લોકોને ભારે નુકસાન થશે. આપણે એક અÂસ્થર સમયમાં પ્રવેશી રહ્યા છીએ. આ સમય દરમિયાન, તમારે તમારી વિચારસરણી બદલવી જાઈએ. હું સરકારને સૂચન કરું છું કે તેઓ હવે ઊંડાણપૂર્વક વિચારવાનું શરૂ કરે અને ખાતરી કરે કે આપણા લોકોને ભારે નુકસાન ન થાય. હું કોઈ રાજકીય નિવેદન આપી રહ્યો નથી. હું જાઈ રહ્યો છું કે એક મોટી સમસ્યા આવી રહી છે. સમસ્યા એ છે કે વડા પ્રધાન દેશના વડા પ્રધાન તરીકે કામ કરી શકતા નથી.”
લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “સામાન્ય રીતે, પ્રક્રિયા એવી છે કે તમે બોલવાનું કહી શકો છો. તેથી જ મેં દેશમાં એલપીજી ગેસ અને તેલની પરિસ્થિતિ વિશે નિવેદન આપવાની પરવાનગી માંગી છે. પરંતુ એક નવી પ્રક્રિયા શરૂ થઈ છે જ્યાં મંત્રી પહેલા નિર્ણય લેશે, પછી હું બોલીશ, પછી…” “મંત્રી જવાબ આપશે. મુખ્ય વાત એ છે કે ગેસ, બધા ઇંધણ, એક સમસ્યા બનવા જઈ રહ્યા છે કારણ કે આપણી ઉર્જા સુરક્ષા સાથે ચેડા કરવામાં આવ્યા છે. ખોટી વિદેશ નીતિએ આ સમસ્યા ઊભી કરી છે.”
રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાનની સંસદમાં ગેરહાજરી અંગે પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે પોતાના ફેસબુક પેજ પર સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શનના ફોટા શેર કરીને લખ્યું, “નરેન્દ્ર સંસદમાંથી ગુમ, દેશમાંથી સિલિન્ડર ગુમ!” રાહુલે પોતાની ફેસબુક પોસ્ટ ઉપરાંત સંસદ ભવનમાં પત્રકારોને કહ્યું, “પીએમ મોદી ભારતના વડા પ્રધાન તરીકે કામ કરી શકતા નથી કારણ કે તેઓ ફસાયેલા છે. તેમણે ભારતના લોકોની સુરક્ષા
આભાર – નિહારીકા રવિયા સુનિશ્ચિત કરવી જાઈએ અને આપણે દેશની ઉર્જા સુરક્ષાનું સંચાલન જાતે કરીએ.”
લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ભાર મુક્યો , “ગેસ અને ઇંધણ એક મોટી સમસ્યા બનવા જઈ રહ્યા છે કારણ કે આપણી ઉર્જા સુરક્ષા સાથે ચેડા કરવામાં આવ્યા છે.” તેમણે કહ્યું કે આ ઈરાનના સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પ્રદેશમાંથી તેલ જહાજાને આવવા દેવા કે નહીં તેના કરતાં મોટો મુદ્દો છે. રાહુલ ગાંધીના મતે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલ યુદ્ધ મૂળભૂત રીતે વર્તમાન વિશ્વ વ્યવસ્થા વિશે છે. અસ્થિર સમયને જાતાં, આપણે આપણી માનસિકતા બદલવી જાઈએ. તેમણે સરકારને શક્્યતાઓ પર ઊંડાણપૂર્વક વિચાર કરવાની સલાહ આપી જેથી દેશના લોકોને તકલીફ ન પડે.
ઊર્જા સુરક્ષા અંગેની ચિંતાઓ અને મુદ્દાના રાજકીયકરણના આરોપો અંગે, રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ કોઈ રાજકીય નિવેદનો આપી રહ્યા નથી. જા ઈરાન સ્તરે સમસ્યાનું નિરાકરણ થઈ જાય તો પણ કટોકટી દૂર થશે નહીં. વિશ્વનું માળખું બદલાઈ રહ્યું છે. પીએમ મોદીએ ખાતરી કરવી જાઈએ કે ભારતના લોકો સુરક્ષિત રહે. તેમને આશા છે કે સરકાર વિપક્ષની વાત સાંભળશે.







































