રાજ્ય સરકાર દ્વારા અધિકારી કર્મચારીના મેડિકલ બીલ માટે કુટુંબની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે. તબીબી સારવારના ખર્ચ ના હેતુ માટે હવેથી ‘કુટુંબ’ માં કોનો સમાવેશ થશે તેની સ્પષ્ટતા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કુટુંબની વ્યાખ્યામાં સરકારી અધિકારી કે કર્મચારી પોતે અને તેના પર નિર્ભર સભ્યોનો સમાવેશ કરાયો છે. જા કે આ વ્યાખ્યામાં સગીર વયના જ સભ્યોનો સમાવેશ કરાયો છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
મહત્વની બાબત છે કે, કુટુંબની વ્યાખ્યામાં સરકારી અધિકારીઓની બીજી પત્ની હોય તો તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. અધિકારી કે કર્મચારી દ્વારા કાયદાકીય પ્રક્રિયા કરી દત્તક લીધા હોય કે ઔરસ કે સાવકા સંતાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવા જ સભ્યોના મેડિકલ રીએમ્બર્સમેન્ટ બીલની રકમ સરકાર ચૂકવણી કરશે તેવું પરિપત્રમાં જણાવાયું છે.
આ નિયમ પત્ની અથવા પતિ બંનેને લાગુ પડે છે. સરકારી કર્મચારીની સાથે રહેતા હોય તેવા પત્ની કે પતિનો સમાવેશ કરાયો છે.
સરકારી કર્મચારી પર સંપૂર્ણ આશ્રિત હોય તેવા અને તેમની સાથે રહેતા પોતાના કે સાવકા બાળકોનો સમાવેશ કરાયો છે
માતા-પિતા અને ભાઈ-બહેન, જે કર્મચારી સાથે રહેતા હોય અને તેમના પર સંપૂર્ણ આશ્રિત હોય તેવા માતા-પિતા, બહેનો અને સગીર ભાઈઓનો સમાવેશ કરાયો છે
મેડિકલ બિલના નવા નિયમ હેઠળ એક કરતાં વધુ પત્નીનો સમાવેશ ‘કુટુંબ’માં નહિ થાય
જા કાયદેસરની વિધિ મુજબ બાળક દત્તક લીધેલું હોય, તો તેને પણ ઓરસ બાળક જેવો જ દરજ્જા મળશે.
ખાસ નોંધ લેવા જેવી બાબત એ છે કે, ઔરસ કે ઓરમાન બાળક, માતા-પિતા, બહેન, સગીર ભાઈ જેઓ સરકારી કર્મચારી સાથે રહેતા હોય અને જેમની બધા સ્ત્રી તોથી થતી પેન્શન સહિતની (પેન્શન ઉપર મળવાપાત્ર થતા હંગામી વધારા સહિતની) માસિક આવક રૂ.૫૦૦/- થી વધુ થતી ન હોય તેવા સભ્યો સરકારી કર્મચારી ઉપર “પૂર્ણતઃ આશ્રિત* ગણાશે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉક્ત વંચાણે લીધેલ ક્રમઃ૧ પરના તા.૨૪/૦૮/૨૦૧૫ ના ઠરાવથી ગુજરાત રાજ્ય સેવા(તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અમલમાં આવેલ છે. આ નિયમો અન્વયે તબીબી સારવારનો ખર્ચ (મેડીકલ રીએમ્બર્સમેન્ટ) મંજૂર કરવા અંગેના કેસોમાં સદર નિયમોના નિયમ-(૨.૨) માં આપેલ “કુટુંબ” ની વ્યાખ્યા અન્વયે અર્થઘટનના પ્રશ્નો ઉપસ્થિત  થતા તેના નિવારણ માટે પુખ્ત વિચારણાના અંતે ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ ના નિયમ- (૨.૨) માં આપવામાં આવેલ “કુટુંબ* ની વ્યાખ્યામાં નીચે મુજબ સુધારો કરવામાં આવે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.૨૪/૦૮/૨૦૧૫ ના ઠરાવથી લાગુ કરેલ ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ ના નિયમ-૨.૨ માં આપવામાં આવેલ “કુટુંબ” ની વ્યાખ્યાને બદલે તેના સ્થાને ગુજરાત મુલ્કી સેવા (નોકરીની સામાન્ય શરતો) નિયમો, ૨૦૦૨ ના નિયમ-૯(૨૬) માં આપવામાં આવેલ નીચે મુજબની “કુટુંબ” ની વ્યાખ્યા લાગુ પાડવાની રહેશે. “કુટુંબ” એટલે યથાપ્રસંગ, સરકારી કર્મચારીની સાથે રહેતા પત્ની અગર પતિ તેમજ તેની સાથે રહેતા અને સર્વથા તેના ઉપર આધારિત ઔરસ કે સાવકા બાળકો. આ ઉપરાંત તેના માતા પિતા, બહેનો, સગીર ભાઈઓ કે જેઓ સાથે રહેતા હોય અને તેના ઉપર સર્વથા આધારિત હોય તેઓનો પણ તેમાં સમાવેશ થાય છે.