વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં ૧૬ વર્ષની સગીરા સાથે થયેલી દુષ્કર્મની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. સગીરા છ મહિનાની ગર્ભવતી હોવાની જાણ થતા પરિવાર તેમજ માતા ભારે આઘાતમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસની ઝડપી કાર્યવાહી દરમિયાન ગણતરીના કલાકોમાં જ સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓની કડક પૂછપરછ ચાલી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સગીરા સાથે દુષ્કર્મ આચરનાર બંને આરોપીઓને મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. સગીરા જ્યોતિ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં નોકરી કરતી હતી અને તે પંકજભાઈ રમેશભાઈ પરમાર (ઉ.વ.૩૭ રહે. મ.નં ૬૦, શ્રીજી વસાહત, દશામાતાના મંદિર પાસે, માણેજા, વડોદરા શહેર, મુળ રહે- શીનોર ગામ, તા.ડભોઈ, જી.વડોદરા) ચલાવતો હતો. આ સગીરા ટ્રસ્ટમાં કામ માટે ગઈ ત્યારે આ આરોપીએ પીંખી નાખી હતી.
તેમજ બીજા આરોપી જતીન ઉર્ફે આદેશ ઇશ્વરભાઈ ગોહીલ (ઉ.વ. ૨૦, રહે.- બ્લોક નં ૨૬, છાણી જકાતનાકા પાસે, વડોદરા શહેર) સોશિયલ મીડિયા દ્વારા સગીરાના સંપર્કમાં આવ્યો હતો. તેણે પણ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું ત્યારે આ સગીરાને હાલમાં છ માસનો ગર્ભ છે. આ ગર્ભ કોનો છે તે મેડિકલ રિપોર્ટ અને હ્લજીન્ બાદ જ જાણી શકશે. મકરપુરા પોલીસે બંને આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ બાબતે પીડાતાની માતાએ જણાવ્યું હતું કે, પતિની તબિયત ખરાબ રહેતી હોવાના કારણે દીકરીએ ડરના માર્યા ઘરે જણાવ્યું ન હતું. તેમજ તેને દવાખાને લઈ જવાનું કહેતી ત્યારે તે ના પાડતી હતી. જે બાદ સરકારી હોસ્પિટલમાં ગયા જ્યાં સોનોગ્રાફી કરાવતા ડોક્ટરે પોલીસને જાણ કરવા કહ્યું હતતું. જે બાદ પરિવારજનો ડરી ગયા હતા. જે બાદ પરિવારે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પીડિતાની માતાના જણાવ્યા મુજબ, આરોપીએ સગીરાને કંઈક ચોકલેટ જેવી વસ્તુ ખવડાવી હતી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પંકજ પરમાર ‘જ્યોતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ’ ચલાવે છે અને તેણે ટ્રસ્ટમાં કામ કરવા આવેલી સગીરાને વિશ્વાસમાં લઈને ફસાવી હતી, જ્યારે જતીન ગોહીલ સોશિયલ મીડિયા મારફતે સગીરાના સંપર્કમાં આવ્યો હતો અને તેણે પણ સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોવાનું બહાર આવ્યું છે. પોલીસએ બંને આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે.
સગીરા હાલ સરકારી હોસ્પિટલમાં દાખલ છે તેમજ તેની તબીયત હાલ સારી છે. તેમજ મેડિકલ રિપોર્ટ અને કજઙ્મ રિપોર્ટ આવ્યા બાદ જ જાણ થશે કે ગર્ભ કોનો છે. આ સમગ્ર મામલે મકરપુરા પોલીસે પોસ્કો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.