બાબરા તાલુકાના થોરખાણ ગામે સમસ્ત સાકરીયા પરિવાર દ્વારા આગામી ૨૧ માર્ચ, ૨૦૨૬ના રોજ આઈ શ્રી ખોડિયાર માતાજીનો ૨૪ કલાકનો ભવ્ય ‘નવરંગો માંડવો’ યોજાશે. સ્વ. રાખડીબંધ ભુવા ભીમજી દાદાના માનેલા સુરાપુરા શ્રી વાલા દાદાના સાનિધ્યમાં આ ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમ દરમિયાન માતાજીના સામૈયા, થાંભલી રોપણ, દાંડિયા રાસ અને મહાપ્રસાદ જેવા વિવિધ પ્રસંગો યોજાશે. માંડવાના રાવળદેવ તરીકે બળદેવભાઈ, નિલેશભાઈ અને કાથળભાઈ રાવળદેવ ડાક-ડમરૂના તાલે માતાજીની આરાધના કરશે. આ પ્રસંગે પંચના ભુવાઓ તેમજ પઢિયારોને વિશેષ આમંત્રણ અપાયું છે.સાણથલી રોડ સ્થિત સાકરીયા પરિવારની વાડીએ યોજાનારા આ પ્રસંગને સફળ બનાવવા પ્રદીપભાઈ, દિલીપભાઈ સહિત સમગ્ર સાકરીયા પરિવાર જહેમત ઉઠાવી રહ્યો છે.