નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૮ માર્ચને રવિવારે રમાયેલી ટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલ મેચ રેલવે માટે લોટરી સમાન પુરવાર થઈ છે. સ્પેશિયલ ટ્રેનો દોડાવી રેલવેએ અંદાજે રૂ. ૭૦ લાખની કમાણી કરી લીધી છે. રેલવેની સાથેસાથે અમદાવાદ મેટ્રોને પણ મેચના દિવસે તગડી કમાણી થઈ હતી. ફાઈનલ મેચ માટે રેલવેએ સુરત, મુંબઈ, પૂણે સહિત દેશનાં પાંચ શહેરો માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવી હતી. કુલ પાંચ સ્પેશિયલ ટ્રેનોમાં લગભગ બાર હજારથી વધુ ક્રિકેટ ચાહકોએ ફાઈનલ મેચ જાવા અમદાવાદની મુલાકાત લધી હતી. પાંચેય સ્પેશિયલ ટ્રેનો માટે એડવાન્સ બુકિંગ ફટાફટ થઈ ગયું હતું અને બધી ટ્રેનો ૧૦૦ ટકાથી વધુ ક્ષમતા સાથે દોડી હતી.
ફાઈનલ માટે એટલો ધસારો હતો કે સ્પેશિયલ ટ્રેનો ઉપરાંત અમદાવાદ આવતી તમામ ડોમેસ્ટીક  ફ્લાઈટો પણ પેક થઈ ગઈ હતી. ખાસ કરીને મુંબઈ, દિલ્હી, પૂણે, બેંગલુરુ, કોલકાતાથી આવેલી સ્પેશિયલ ફાલાઈટોમાં વિશેષ ધસારો જાવા મળ્યો હતો. આ ઉપરાંત મુંબઈથી સંખ્યાબંધ ચાર્ટર્ડ ફ્લાઈટ પણ આવી હતી. એર ટ્રાફિકમાં ધસારાને લીધે એરપોર્ટ પર પા‹કગ પણ ફૂલ થઈ ગયું હતું અને કેટલીક સ્પેશિયલ તેમજ ચાર્ટર્ડ ફ્લાઈટો પા‹કગ માટે વડોદરા કે રાજકોટ ડાઈવર્ટ કરવી પડી હતી.
સ્પેશિયલ ટ્રેનોની વાત કરીએ તો મુંબઈથી સૌથી વધુ દર્શકો અમદાવાદ ફાઈનલ જાવા આવ્યા હતા. એ પછી પૂણે અને બેંગલુરુનો ક્રમ હતો. સેમિફાઈનલમાં ઈંગલેન્ડ સામે ભારતીય ટીમના વિજય પછી તરત સ્પેશિયલ ટ્રેનો અને ફ્લાઈટો માટે બુકિંગ શરૂ થઈ ગયું હતું. ગણતરીના કલાકોમાં ટિકિટ વિન્ડો પર હાઉસફુલનાં પાટિયાં લાગી ગયાં હતાં.
ફાઈનલ મેચ માટે પ્રેક્ષકોના ધસારાને ધ્યાનમાં રાખી અમદાવાદ મેટ્રોએ પણ ટ્રેનોની ફ્રિકવન્સી વધારી હતી. મેટ્રોની સમય મર્યાદા રાત્રે ૧૦થી લંબાવી રાત્રે ૧૨ સુધી કરવામાં આવી હતી. પરંતુ પ્રેક્ષકોનો ધસારો એટલો હતો કે રાત્રે દોઢ સુધી ટ્રેનો દોડાવવી પડી હતી. ખાસ કરીને મોટેરા અને સાબરમતિ મેટ્રો સ્ટેશનોએ વિશેષ ભીડ જાવા મળી હતી. મેચના દિવસે મેટ્રોએ ખાસ રૂ.૫૦ની પેપર ટિકિટ બહાર પાડી હતી.