સાવરકુંડલાના આદસંગ ગામેથી પરિણીતા ઘરેથી ચાલી નીકળી હતી. જ્યારે બાબરામાંથી એક યુવતી પણ ક્યાંક જતી રહી હતી. આદસંગ ગામે રહેતા વલકુભાઈ સુખાભાઈ પીટગર (ઉ.વ.૩૫)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની વિલાસબેન તા.૨૬/૦૨/૨૦૨૬ના રાત્રીના આશરે બારેક વાગ્યાથી સવારના સાતેક વાગ્યા સુધીમા આદસંગ ગામ ખાતેથી પોતે પોતાની મેળે કોઇને કાંઇ કહ્યા વગર કયાંક જતા રહ્યા હતા. બીજા બનાવમાં બાબરામાં રહેતા અને દરજીકામ કરતાં હરેશભાઇ વાલજીભાઇ ઝાપડીયા (ઉ.વ.૪૦) એ જાહેર કર્યા મુજબ તેમની દીકરી મોનાલી પોતાના ઘરેથી કોઇને કાંઇ કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. આ બંને અંગે કોઈ ભાળ મળે તો પોલીસને જાણ કરવા વિનંતી છે.







































